મુખ્યમંત્રી તો ઉદ્ધવ ઠાકરે જઃ કોંગ્રેસ-એનસીપીનું શિવસેના પર દબાણ

મુંબઈઃ કોંગ્રેસ અને એનસીપી ઉદ્ધવ ઠાકરેને જ મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકારના મુખ્યમંત્રી બનાવવા ઈચ્છે છે. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર બંન્ને દળોએ શિવસેનાને એપણ કહી દીધું છે કે તેઓ ઉદ્ધવ ઠાકરે સીવાય તેમની પાર્ટી પાસેથી બીજો કોઈ ચહેરો મુખ્યમંત્રી પદ માટે જોવા ઈચ્છતા નથી. બંન્ને દળો દ્વારા વાત ત્યારે કહેવામાં આવી કે જ્યારે કહેવામાં આવી રહ્યું છે કે, માતોશ્રીમાં શિવસેનાના દિગ્ગજ નેતા સુભાષ દેસાઈ અથવા તો પોતાના ધારાસભ્ય દળના નેતા અને ઠાણેના ક્ષત્રપ એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે આગળ વધારવા પર વિચાર થઈ શકે છે.

શિવસેનાએ સાર્વજનીક રુપે પણ અનેકવાર કહ્યું છે કે તેમની પાસે મુખ્યમંત્રી તરીકે એકથી વધારે ઉમેદવાર છે. જ્યારે પક્ષનું સર્વાનુમતે માનવું છે કે ઠાકરે જ સરકરાની આગેવાની કરે. પ્રાપ્ત વિગતો અનુસાર પાર્ટીની અંદર જો ઠાકરે સિવાય બીજા કોઈ નેતા CM બનશે તો તેને સર્વાનુંમતે સ્વિકારવામાં આવશે નહીં. કોંગ્રેસ અને NCP નેતાઓએ વાતચીત દરમિયાન શિવસેનાને સ્પષ્ટ જણાવ્યું છે કે સરકારની સ્થિરતા માટે ઉદ્ધવને જ મુખ્યમંત્રી બનાવવામાં આવે.’ ગઠબંધનના સહયોગીઓ આ બાબતે પોતાની આગ્રહ છોડવા માગતા નથી. તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરે પોતે CM બનવા માગતા નથી. તો બીજી તરફ પક્ષના દિગ્ગજ નેતાઓ અને પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા આદિત્ય ઠાકરે ઉપર પક્ષ અને ગઠબંધનમાં ક્યાંય સર્વાનુમત થઈ શકે તેમ નથી.

કોંગ્રેસના બે પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ અને પૃથ્વિરાજ ચૌહાણ તેમજ NCPના ઉપમુખ્યમંત્રી અજીત પવારે અને છગન ભુજબળ પણ ચુંટણી જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા તેવામાં ગઠબંધન સરકારમાં પૂરી શક્યતા છે કે તેમને પણ નવા મુખ્યમંત્રી સાથે કામ કરવું પડશે. આ કારણે પણ ઉદ્ધવ જ બંને પક્ષોના પસંદગીના ઉમેદવાર છે. જ્યારે શિવસેના બંને પક્ષો પર દબાણ બનાવી રહી છે કે 17 નવેમ્બરના દિવસે બાળા સાહેબ ઠાકરેની પુણ્યતિથિ સુધીમાં બંને પક્ષો જાહેરાત કરે કે શિવસેનાના CM પદના ઉમેદવારને તેઓ ટેકો આપે છે.

જ્યારે એકનાથ શિંદેને શિવસેના તરફથી મહારાષ્ટ્ર વિધાનસભા અને વિધાન પરિષદ બંને સદનોમાં નેતા તરીકે બનાવવામાં આવતા એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેમને જ CM બનાવવામાં આવી શેક છે. તો સુભાષ દેસાઈ શિંદે કરતા વરિષ્ઠ છે અને પાર્ટીના જૂના જોગી છે. તેઓ કોંગ્રેસ-NCP સાથે નવી સરકારના ગઠબંધન માટેના મિનિમમ કોમન પ્રોગ્રામ નક્કી કરવાવાળી સમિતીમાં પણ સામેલ હતા.