મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ભારતીય વાયુ સેનાના ૯૩મી વર્ષગાંઠની ગરિમામય ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ કમાન્ડના વાયુ સૌનિકો સહિત એરફોર્સ પરિવારને ૯૩મી વર્ષગાંઠની શુભેચ્છાઓ પાઠવતા કહ્યુ કે, ભારતીય વાયુ સેનાએ હંમેશા દેશનું ગૌરવ વધાર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય વાયુ સેનાનો પાછલો એક દાયકો સ્વર્ણિમ દાયકો બન્યો છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ.
ભારતીય વાયુસેનાના વીર જવાનોને #AirForceDay ની હાર્દિક શુભકામના.
ઓપરેશન સિંદૂર જેવી તો અનેક સફળતાઓ દ્વારા વાયુસેનાના જવાનોએ દુશ્મનોને પોતાની શક્તિ અને અદમ્ય સાહસનો પરિચય કરાવ્યો છે.
રાષ્ટ્રની સુરક્ષા માટે વાયુસેનાની પ્રતિબદ્ધતા અને સમર્પણને વંદન. pic.twitter.com/Jx7KvMkkuv
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 8, 2025
તેમણે તાજેતરના ભૂતકાળમાં ઓપરેશન સિંદૂરથી વડાપ્રધાનના માર્ગદર્શનમાં ભારતીય વાયુ સેનાએ પોતાની કાર્યકુશળતા અને દક્ષતાથી જે અપ્રતિમ સાહસ તથા પરાક્રમનો પરિચય વિશ્વને આપ્યો છે તેનું પ્રત્યેક ભારતીય ગૌરવ લઈ શકે તેમ છે તેમ તેમણે જણાવ્યું હતુ. મુખ્યમંત્રીએ કહ્યુ કે, ઈન્ડિયન એરફોર્સના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ સફળતાપૂર્વક અંતરિક્ષ મિશન પૂર્ણ કરીને જે મોટો કિર્તિમાન સ્થાપ્યો છે તે વાયુ સેનાની આ ૯૩મી વર્ષગાંઠને વિશેષ ગૌરવ અપાવનારી ઘટના છે.
