નવી દિલ્હી- કેન્દ્ર સરકારના કર્મચારી હવે નવા આવાસ નિર્માણ અથવા ખરીદ કરવા માટે 8.50 ટકાના સધારણ વ્યાજ પર 25 લાખ રૂપિયા એડવાન્સ લઈ શકશે. આ પહેલા વધારેમાં વધારે મર્યાદા 7.50 લાખ રૂપિયા હતી અને વ્યાજદર 6 ટકાથી 9.50 ટકાની વચ્ચે હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર 20 વર્ષ માટે 25 લાખ રૂપિયાનું લોન આપનારી અન્ય કંપનીઓની સરખામણીએ હાઉસિંગ બિલ્ડિંગ એડવાન્સનો લાભ ઉઠાવીને 11 લાખ રૂપિયા બચાવી શકાય છે. જો એસબીઆઈ જેવી બેંક પાસેથી 25 લાખ રૂપિયાની લોન 20 વર્ષ માટે અત્યારના 8.35 ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજના દરથી લેવામાં આવતુ હતુ, તો આના પર 21,459નો માસીક હપ્તો આવી શકે છે.
20 વર્ષના અંતમાં ચૂકવવામાં આવનારા પૈસા 51.50 લાખ થઈ જાય છે જેમાં વ્યાજની 26.50 લાખ રૂપીયાની રકમનો પણ સમાવેશ થાય છે. તો આ તરફ જો લોન માટે એચબીએથી 20 વર્ષ માટે 8.50 ટકાના સાધારણ વ્યાજ પર લેવામાં આવે તો પહેલા 15 વર્ષ માટે હપ્તો 13 હજાર 890 રૂપીયાનો થાય છે ત્યાર બાદની રકમ 26 હજાર 411 રૂપીયા પ્રતિમાસ આવે છે. આમાં ચૂકવવામાં આવેલી કુલ રકમ 40.84 લાખ રૂપીયા હશે જેમાં વ્યાજના 15.84 લાખ રૂપીયાનો સમાવેશ થાય છે.
અહીંયા ખાસ વાત એ છે કે જો કોઈ દંપતિ કેન્દ્ર સરકારના કર્મચારી હોય તો તેઓ આ યોજનાનો ફાયદો તેઓ અલગ-અલગ અથવા તો સંયુક્ત રીતે પણં લઈ શકે છે. આ પહેલા બંન્નેમાંથી કોઈ એક જ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકતા હતા.