પીએફ વ્યાજ દર ઘટાડા પર સરકાર આ મહિને લેશે નિર્ણય

નવી દિલ્હીઃ ઈપીએફઓ દ્વારા આ મહિને થનારી બેઠકમાં વર્તમાન નાણાકીય વર્ષ માટે ભવિષ્ય નિધિ જમા રકમ પર વ્યાજદર નક્કી કરી શકે છે. એક રીપોર્ટ અનુસાર પીએફ પરનો વ્યાજદર ઘટાડી શકાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈપીએફઓની સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા સીબીટી શ્રમ મંત્રી સંતોષ ગંગવારના નેતૃત્વમાં નવેમ્બર માસમાં મળશે. ઈપીએફઓના 5 કરોડથી વધારે સભ્યો છે.

23 નવેમ્બરના રોજ ઈપીએફઓની બેઠકમાં નાણાકીય વર્ષ 2017-18 માટે વ્યાજદર 8.5 ટકા કરવા પર વિચાર વિમર્શ કરવામાં આવી શકે છે. રીપોર્ટ અનુસાર આ રિટાયરમેન્ટ કોર્પ્સમાં વ્યાજદર ભલે ઓછો કરી શકાય પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર શેર હોલ્ડર્સનું રીટર્ન ઓછું થવાની જગ્યાએ પહેલાં જેટલું જ મળશે અથવા તો ગયા વખતના મુકાબલે વધારે મળશે કારણ કે તેમને ઈક્વિટીઝમાં રોકાણ કરવાની જગ્યાએ પહેલીવાર યૂનિટ્સ મળી શકે છે.