અમદાવાદઃ કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા છે. કડી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો ભવ્ય વિજય થયો છે, જ્યારે વિસાવદર બેઠક પરથી ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે. વિસાવદર બેઠક પર AAPના ગોપાલ ઇટાલિયાની, 17,500 મતના માર્જિનથી જીત થઈ છે.
કડી બેઠક પરથી રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતોની લીડ સાથે વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડાને 59,932 મત મળ્યા અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને 3077 મત મળ્યાની માહિતી મળી છે. આ બાજુ 1692 મત NOTAને મળ્યા છે. આ માહિતી ચૂંટણી પંચે આપી હતી. જ્યારે વિસાવદરમાં 20મા રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટીની લીડ 16,594 થઈ ચૂકી છે. અહીંથી ગોપાલ ઈટાલિયા જીત થઈ છે.
વિકાસ સાથે કડી
ભાજપ સાથે કડીકડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાને ભવ્ય વિજય અપાવવા બદલ જનતા જનાર્દનનો ખૂબ ખૂબ આભાર તથા કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન pic.twitter.com/3nSfi9T145
— BJP Gujarat (@BJP4Gujarat) June 23, 2025
વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાનું ઝાડુ ફરી વળતાં કુલ 68,783 વોટ મેળવ્યા છે. આ સાથે ગોપાલ ઈટાલિયાની પ્રચંડ જીત થઇ છે. જ્યારે ભાજપને 18મા રાઉન્ડના અંત સુધીમાં 53,781 વોટ જ મળ્યા છે. 19 જૂનના રોજ કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીનું મતદાન યોજાયું હતું. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન પ્રક્રિયા સુચારુ અને સરળ બનાવવા માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેના પરિણામે મોટી સંખ્યામાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પંચના આંકડા મુજ, કડી વિધાનસભા બેઠક પર અંદાજે 57.90 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે વિસાવદર બેઠક પર અંદાજે 54.89 ટકા મતદાન થયું હતું.
BIG WIN FOR AAP IN GUJARAT
AAP @Gopal_Italia WINS from Visavadar, Gujarat !!
AAP defeats BJP in Gujarat !!
Congrats to everyone !! pic.twitter.com/6GksHD22iX
— Jitender Fulara (जीतू फुलारा) (@Jitufulara) June 23, 2025
કડી અને વિસાવદર બંને બેઠક પર કોંગ્રેસની કફોડી સ્થિતિ છે. વિસાવદરમાં કોંગ્રેસના ઉમેદવારને 3 રાઉન્ડના અંતે માત્ર 718 મત મળ્યા હતા. શરૂઆતના ટ્રેન્ડ મુજબ વિસાવદરમાં ફક્ત AAP અને ભાજપ વચ્ચે જ ટક્કર હતી.
