નવી દિલ્હીઃ ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ ત્રીજા ત્રિમાસિક પરિણામોમાં નોંધ્યું હતું કે કંપનીનનું નુકસાન નોંધપાત્ર વધી ગયું છે, જેથી કંપનીને 225 નાનાં શહેરોમાં કામગીરી બંધ કરી દીધી છે. ડિસેમ્બરમાં પૂરા થતા ત્રિમાસિક ગાળામાં કંપનીને રૂ. 346.6 કરોડનું નુકસાન થયું છે. કંપનીએ ત્રીજા ત્રિમાસિક ગાળાના રિપોર્ટમાં કહ્યું હતું કે માગમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જે ફૂડ ડિસ્ટ્રિબ્યુશન કંપનીને નફાને અસર કરી રહી હતી. જોકે તેમ છતાં કંપની નફાશક્તિનો ટાર્ગેટ પૂરો કરવા માટે સારી સ્થિતિમાં છે.
કંપનીના મુખ્ય CFO અક્ષત ગોયલે શેરધારકોને કહ્યું હતું કે ગયા વર્ષે ઓગસ્ટમાં જારી 2021-22 માટેના રિપોર્ટ મુજબ ફૂડ ઓર્ડરિંગ અને ડિલિવરી વેપાર 1000થી હાલનાં શહેરોમાં હાજરી ધરાવતી હતી, પણ ઘટાડો દિવાળી પછી શરૂ થયો હતો.
અમે ઓક્ટોબરના અંતથી (દિવાળી પછી) ફૂડ ડિલિવરી બિઝનેસમાં મંદી જોઈ હતી, પણ ટોચનાં આઠ શહેરોમાં એ વધુ જોવા મળી હતી. પરિણામ સ્વરૂપે ફૂડ ડિલિવરી ત્રીજા ત્રિમાસિક ગાળામાં માત્ર 0.7 ટકા હતી અને ત્રિમાસિક ધોરણે વાર્ષિક ધોરણે વોલ્યુમ ગ્રોથમાં 21 ટકા ઘટાડો થયો હતો, એમ ગોયલે જણાવ્યું હતું. કંપની પાસે નાણાકીય ઓર્ડરનું મૂલ્ય બધાં ડિસ્કાઉન્ટ અને ટેક્સ સહિત તેમ જ ગ્રાહકોના ડિલિવરી ચાર્જીસ સહિત 0.7 ટકા વધીને ત્રિમાસિક ધોરણે રૂ. 6680 કરોડ થયો હતો.
આ સપ્તાહના પ્રારંભે ગુરુગ્રામ સ્થિત કંપનીએ જણાવ્યું હતું કે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં કોન્સોલિડેટેડ આવક 75 ટકા વધીને રૂ. 1948 કરોડ થઈ હતી, જ્યારે કંપનીનું નુકસાન પાંચ ગણું વધીને રૂ. 346 કરોડ થયું હતું.