2020 સુધીમાં આયુષ ઈન્ડસ્ટ્રીઝમાં 2.6 કરોડ નોકરીઓઃ સુરેશ પ્રભુ

નવી દિલ્હીઃ આયુષ ઈન્ડસ્ટ્રીઝ 2020 સુધીમાં 2.6 કરોડ નોકરીઓ આપી શકે છે. કેન્દ્રીયપ્રધાન સુરેશ પ્રભુએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આવનારા ત્રણ વર્ષમાં આયુષ ઈન્ડસ્ટ્રીઝ ડબલ ડિજિટ ગ્રોથ પ્રાપ્ત કરવાની આશાઓ છે. 2020 સુધીમાં આમાં 10 લાખ લોકોને ડાયરેક્ટ અને આશરે 2.5 કરોડ લોકોને ઈનડાયરેક્ટ નોકરી મળશે. સરકાર 2022 સુધીમાં આયુષ સેક્ટર ત્રણ ગણું વધશે તેવી આશાઓ રાખી રહી છે. આયુષ અંતર્ગત મેડિસિન અને હેલ્થકેરના ટ્રેડિશનલ સિસ્ટમ આવે છે જેમાં આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યૂનાની, સિદ્ધા અને હોમિયોપેથીનો પણ સમાવેશ થાય છે.

વેલનેસ, આરોગ્ય 2017 કોન્ફરન્સને સંબોધિત કરતા કોમર્સ મિનિસ્ટર સુરેશ પ્રભુએ જણાવ્યું કે આયુષનુ સ્થાનિક માર્કેટ આશરે 500 કરોડ રૂપીયાનું છે જ્યારે એક્સપોર્ટ 200 કરોડ રૂપીયા છે. યુવા ભારતીય એન્ટપ્રિન્યોર્સ આ સેક્ટરમાં નવા સ્ટાર્ટઅપ શરૂ કરવાનો પ્લાન કરી રહ્યા છે. આ હેલ્થકેર સેક્ટરમાં મોટા પ્રમાણમાં શક્યતાઓ રહેલી છે.

સરકાર તમામ દેશો સાથે કામ કરવા માટે તૈયાર

સુરેશ પ્રભુએ જણાવ્યું કે સરકાર સારી તકો તૈયાર કરવા માટે તમામ દેશો સાથે મળીને કામ કરવા માટે તૈયાર છે આમાં ટ્રેડિશનલ મેડીસિનની જાણકારી લોકો  એકબીજા પાસેથી મેળવી શકે છે. આનાથી બંન્ને પક્ષો માટે વિન-વિન સિચ્યુએશન તૈયાર થઈ શકે છે.

100 ટકા એફડીઆઈની મંજૂરી

કોમર્સ મિનિસ્ટરે જણાવ્યું કે સરકારે આયુષમાં 100 ટકા એફડીઆઈની મંજૂરી આપી રાખેલી છે. તેમણે તે વાત પર જોર આપ્યુ કે આ સેક્ટરમાં ઉપસ્થિત મોટી તકોનો લાભ ઉઠાવવા મે સ્ટેકહોલ્ડર્સે પોતાના પોતાના સંસાધનોનો ઉપયોગ કરવાનો રહેશે.