વિપ્રોએ 18 મહિના પછી વર્ક ફ્રોમ હોમ ખતમ કર્યું

બેંગલુરુઃ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે, તેમ-તેમ કંપનીઓ કર્મચારીઓને ઓફિસમાં બોલાવવા શરૂ કરી દીધું છે. દેશની દિગ્ગજ આઇટી કંપની વિપ્રોએ કહ્યું હતું કે આશરે 18 મહિના પછી કર્મચારીઓએ સોમવારથી ઓફિસ આવવાનું શરૂ કર્યું છે. સંપૂર્ણ રીતે રસી લીધેલા કર્મચારીઓને સપ્તાહમાં બે દિવસ ઓફિસ આવવાની મંજૂરી આપવામાં આવી છે.

વિપ્રોના ચેરમેન રિશદ પ્રેમજીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે 18 મહિનાના લાંબા સમય પછી કંપનીના ટોચના અધિકારીઓએ સપ્તાહના પ્રારંભમાં બે દિવસ ઓફિસ આવી રહ્યા છે. બધાને બંને રસી લાગી ચૂકી છે. એની સાથે બધા લોકો સુરક્ષિત અને સામાજિક અંતરનું પાલ કરતા ઓફિસમાં જવા માટે તૈયાર છે. તેમણે એક વિડિયો પણ શેર કર્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે કંપનીનું કેમ્પસ કર્મચારીઓના સ્વાગત માટે કેટલી સારી રીતે તૈયાર છે અને ટેમ્પરેચરની તપાસ અને QR સ્કેન દ્વારા કેટલીય જગ્યાએ તેમની સુરક્ષાની ખાતરી કરવામાં આવી રહી છે.

કંપનીના વાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે રોગચાળો ફેલાયા પછી કંપનીએ વર્ક ફ્રોમ હોમ શરૂ કર્યું હતું. ગ્લોબલ લેવલે કંપનીના કુલ કર્મચારીઓમાંથી ત્રણ ટકાથી ઓછા કર્મચારીઓ ઓફિસથી કામ કરી રહ્યા હતા.

તેમણે AGM કહ્યું હતું કે દેશમાં કંપનીના 55 ટકા કર્મચારીઓને રસી લાગી ચૂકી છે. હાલ કંપનીમાં આશરે બે લાખ લોકો કામ કરી રહ્યા છે.