અમદાવાદઃ દેશનાં સાત મોટાં એરપોર્ટનું સંચાલન કરતી અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)ના ડિરેક્ટર જીત અદાણીએ તેમની મહત્વાકાંક્ષી યોજનાઓ વિશે જણાવ્યું છે. એક જાણીતા અખબારને ઈન્ટર્વ્યુ આપતાં તેમણે એરપોર્ટ બિઝનેસમાં એક ટ્રિલિયન કેપેક્સનો મહત્ત્વાકાંક્ષી પ્લાન પણ જણાવ્યો હતો. AAHLને સૂચિબદ્ધ કરતાં પહેલાંના ટ્રિગર પોઈન્ટ્સમાં નવી મુંબઈ એરપોર્ટના વ્યાપારીકરણ અને તેના સ્ટેબિલિટી વિશે પણ પ્રકાશ પાડ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં અદાણી જૂથ આશરે રૂ. 1 ટ્રિલિયનનું રોકાણ આકર્ષવાની અપેક્ષા રાખે છે. અમે એરલાઇન્સ પાસેથી કોઈ શુલ્ક લેવા માગતા નથી. અમારું અંતિમ વિઝન એરલાઇન્સનું એરપોર્ટ પર વર્કિંગ મફત બનાવવાનું છે. અમે માત્ર સિટી સાઇડ ડેવલપમેન્ટ અને નોન-એરો સ્ત્રોતોમાંથી અમારું સંપૂર્ણ વળતર મેળવવા માગીએ છીએ. ત્યાર બાદ અમારે રેગ્યુલેટર (AERA, જે એરપોર્ટસ માટે ચાર્જ નક્કી કરે છે) સાથે લડવાની જરૂર નથી.
AAHLમાં એરો વિ નોન-એરો આવકના હિસ્સા વિશે જણાવતાં તેમણે કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે આગામી પાંચ વર્ષમાં હવાઈ આવકનો હિસ્સો નોન-એરો રેવન્યુમાં હોય. અત્યારે એરો વિરુદ્ધ નોન-એરોનો હિસ્સો 55 વિરુદ્ધ 45 છે. આગામી પાંચ વર્ષમાં લગભગ 10-15 ટકા ઉમેરો કરવા કવાયત કરવી પડશે. અમને લાગે છે કે 10-15 વર્ષોમાં એરોની આવકનો હિસ્સો 10 ટકાથી ઓછો હશે, કારણ કે એક વાર શહેરની બાજુનો વિકાસ થશે, તે કુલ આવકના લગભગ 40-50 ટકા આપશે.
અમે અમારો એરપોર્ટ બિઝનેસ શરૂ કર્યો ત્યારથી નોન-એરો રેવન્યુ લગભગ ત્રણ ગણી વધી છે. આગામી બે વર્ષોમાં નોન-એરોગ્રોથ સ્ટેપ જમ્પ થવા જઈ રહ્યો છે. તેનાથી મોટા પ્રમાણમાં રેવન્યુ જનરેટર થશે. એક વાર આ ત્રણ વસ્તુઓ થઈ જાય પછી, AAHLનું EBITDA જે આજે લગભગ $ 300 મિલિયન છે, તે વધીને $1-1.5 બિલિયન થઈ જશે. ત્યાર બાદ આ વ્યવસાયને સૂચિબદ્ધ કરવા અને મૂલ્ય વૃદ્ધિ દર્શાવવા આરામદાયક હોઈશું. બે ત્રણ વર્ષમાં આ EBITDA સ્તર પ્રાપ્ત કરી શકીશું.
આગામી પાંચ વર્ષ માટે AAHLની યોજના અંગે વાત કરતાં તેઓ જણાવે છે કે જે રીતે અમે અમારી ફાઇનાન્સિંગ અને બધું કર્યું છે – તે આગામી પાંચ વર્ષ માટે રૂ. 1 ટ્રિલિયનથી વધુ છે. હાલના ટર્મિનલના વિસ્તરણ અને એરપોર્ટ પર નવા ટર્મિનલ બનાવવા આશરે રૂ. 20,000 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. આશરે રૂ. 20,000 કરોડનો ઉપયોગ મુંબઈ, અમદાવાદ, લખનૌ અને જયપુરના એરપોર્ટ પર પ્રારંભિક સિટીસાઇડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે કરવામાં આવશે. નવી મુંબઈ એરપોર્ટ પર બીજા તબક્કાના બાંધકામ માટે લગભગ રૂ. 18,000 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. અમે ભાવિ મર્જર, એક્વિઝિશન અને કેન્દ્ર સરકારના એરપોર્ટ મુદ્રીકરણ (ખાનગીકરણ)ના આગામી રાઉન્ડ માટે લગભગ રૂ. 20,000 કરોડ પણ રાખી રહ્યા છીએ. જો કોઈ આંતરરાષ્ટ્રીય તક અમારા માટે ફળીભૂત થાય તો અમે તે ભંડોળ રાખીએ છીએ. તેઓ જણાવે છે કે અમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે ડિજિટલ તેમ જ ભૌતિક અનુભવ બંને ગ્રાહક માટે અદાણીનો અનુભવ હોવો જોઈએ. અમે ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ કંપની નવી મુંબઈ એરપોર્ટમાં માર્ચમાં શરૂ કરીશું.