જૂનમાં UPI ટ્રાન્ઝેક્શન ઘટીને રૂ. 20.7 લાખ કરોડ થયા

નવી દિલ્હીઃ મે મહિનામાં રૂ. 1404 કરોડ ટ્રાન્ઝેક્શન્સની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા પછી જૂનમાં યુનિફાઇડ  પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) લેવડદેવડમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો હતો. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જૂન, 2024માં UPI વોલ્યુમ રૂ. 1389 કરોડ થયું હતું. એ દરમ્યાન રૂ. 20.07 લાખ કરોડ ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા હતા.

જોકે જૂન, 2023ની તુલનાએ UPI વોલ્યુમમાં 49 ટકા અને મૂલ્યની દ્રષ્ટિએ 36 ટકાનો વધારો થયો હતો. એપ્રિલ, 2016માં UPI શરૂ થયા પછી મે, 2024માં વોલ્યુમ અને મૂલ્યની દ્રષ્ટિએ વ્યવહારો વધુ થયા હતા.

IMPS વ્યવહારો

ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ (IMPS) ટ્રાન્ઝેક્શન્સ વોલ્યુમ 51.7 કરોડ હતું, જે મેમાં રૂ. 55.8 કરોડની તુલનાએ સાત ટકા ઓછું હતું. મૂલ્યની દ્રષ્ટિએ IMPS ટ્રાન્ઝેક્શન્સ જૂનમાં રૂ. 5.78 ટ્રિલિયન (રૂ. 5.78 લાખ કરોડ) હતું, જે મેના રૂ. 6.06 ટ્રિલિયનથી પાંચ ટકા ઓછું હતું. એપ્રિલમાં UPI ટ્રાન્ઝેક્શન 55 કરોડ વોલ્યુમ અને મૂલ્યમાં રૂ. 5.92 લાખ કરોડનું હતું,, જે જૂનની સરખામણીએ વોલ્યુમમાં 10 ટકા અને મૂલ્યની દ્રષ્ટિએ 15 ટકાનો વધારો થયો હતો.

FASTag ટ્રાન્ઝેક્શન્સ

FASTag ટ્રાન્ઝેક્શનમાં જૂન દરમ્યાન ઘટાડો જોવા મળ્યો હતો, જે મેમાં રૂ. 34.7 કરોડથી ઘટીને રૂ. 33.4 કરોડ થયા હતા. મૂલ્યની દ્રષ્ટિએ એ જૂનમાં બે ટકા ઘટીને રૂ. 5780 કરોડે પહોંચ્યા હતા, જે મે મહિનામાં રૂ. 5908 કરોડ હતું.

આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (AePS) જૂનમાં વોલ્યુમની દ્રષ્ટિએ 11 ટકા વધીને રૂ. 10 કરોડે પહોંચ્યું હતું.