નવી દિલ્હીઃ રોડ પરિવહન અને વિમાન ક્ષેત્રથી ભારે પ્રતિસ્પર્ધાનો સામનો કરી રહેલા રેલવેએ યાત્રીઓને આકર્ષવા માટે હવે છૂટનો સહારો લેશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે શતાબ્દી, તેજસ, અને ગતિમાન એક્સપ્રેસ જેવી ટ્રેનો ભાડામાં 25 ટકા સુધીની છૂટ આપવાની તૈયારીમાં છે. ટિકીટોનું વેચાણ વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અધિકારીએ કહ્યું કે આ છૂટ એસી ચેરકાર અને એક્ઝીક્યૂટિવ ચેરકાર સાથે તમામ એસી ટ્રેનો પર લાગૂ થશે. આમાં ચેન્નઈ સેન્ટ્રલ-મૈસૂર શતાબ્દી એક્સપ્રેસ, અમદાવાદ-મુંબઈ શતાબ્દી એક્સપ્રેસ અને ન્યૂ જલપાઈગુડી-હાવડા શતાબ્દી એક્સપ્રેસ શામિલ નથી. આમાં વર્તમાન ડિસ્કાઉન્ટ સ્કીમ લાગૂ થશે.
વંદે ભારત એક્સપ્રેસ પર પણ છૂટ લાગૂ થશે. આમાં પણ એસી ચેરકાર અને એસી સીટિંગ વ્યવસ્થા છે. શરત છે કે ઓક્યૂપેસી 50 ટકાથી ઓછી હોવા પર જ આ છૂટ પ્રાપ્ત થશે. અધિકારીએ જણાવ્યું કે બેસ ભાડા પર છૂટ આપવામાં આવશે. જીએસટી, રિઝર્વેશન ચાર્જ, સુપરફાસ્ટ ભાડુ અને અન્ય શુલ્ક અલગથી લાગશે.
શા માટે આ છૂટ આપવાની તૈયારી છે, તે મામલે અધિકારીએ જણાવ્યું કે ગત વર્ષે જે રેલગાડીઓમાં દર મહિને સરેરાશ અડધાથી ઓછી સીટો ભરાઈ શકી, તેમાં જ છૂટ આપવામાં આવશે. રેલ મંત્રાલયે કેટલીક ટ્રેનોમાં છૂટ વાળી યોજના લાગૂ કરવાનો અધિકાર ઝોન પ્રિંસિપલ કમર્શિયલ મેનેજરોને આપવાનો નિર્ણય કર્યો છે.
આમ તો મંત્રાલયે આના માટે કેટલાક દિશાનિર્દેશ જાહેર કર્યા છે. અધિકારી અનુસાર મંત્રાલયે કહ્યું છે કે પ્રતિસ્પર્ધાના આધાર પર છૂટ વાળુ ભાડુ નક્કી થવું જોઈએ. આ છૂટ સફરના તમામ ચરણોમાં આપવાની મંજૂરી છે. અધિકારીનું માનીએ તો મંત્રાલયે વાર્ષિક, અર્ધ વાર્ષિક, સપ્તાહાંત આધાર પર છૂટ આપવાની યોજનાની વાત કહી છે. યોજના લાગૂ થયા બાદ ટ્રેનમાં ગ્રેડ ડિસ્કાઉન્ટ અથવા ફ્લેક્સી ફેર જેવી કોઈ અન્ય છૂટ લાગૂ નહી થાય.