મુંબઈઃ BSE SME પ્લેટફોર્મ પર 373મી અને 374મી કંપની તરીકે અનુક્રમે ફોન4 કોમ્યુનિકેશન્સ (ઈન્ડિયા) લિમિટેડ અને નાણાવટી વેન્ચર્સ લિમિટેડ લિસ્ટ થઈ છે. ફોન4 કોમ્યુનિકેશન્સે રૂ. 10ની મૂળ કિંમતના 68 લાખ શેર્સ એ જ ભાવે ઓફર કરીને રૂ. 6.80 કરોડ એકત્ર કર્યા હતા. ફોન4 કોમ્યુનિકેશન્સ કેરળ સ્થિત કંપની છે, કંપની બ્રાન્ડેડ સ્માર્ટ ફોન્સ, સ્માર્ટ ટીવીઝ, કમ્પ્યુટર્સ, પેરિફરલ્સ અને એક્સેસરીઝનું રિટેલ વેચાણ કરે છે.
નાણાવટી વેન્ચર્સે રૂ. 10ની મૂળ કિંમતના શેર્સ રૂ.50ના ભાવે ઓફર કરી રૂ. 2.19 કરોડ એકત્ર કર્યા હતા. નાણાવટી વેન્ચર્સ લિમિટેડ ગુજરાતસ્થિત કંપની છે. કંપની હીરાનું ટ્રેડિંગ કરે છે. કંપની સ્થાનિક બજારમાંથી પ્રાઇમરી સેકન્ડરી સ્રોત મારફત પોલિશ્ડ અને અનકટ હીરા પ્રાપ્ત કરી તેનું ગુજરાતના જથ્થાબંધ તેમ જ રિટેલ વિક્રેતાઓને વેચાણ કરે છે. કંપનીના ગ્રાહકોમાં જ્વેલરી ઉત્પાદકો, મોટા ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ ચેઇન્સ, રિટેલ સ્ટોર્સ અને હોલસેલર્સનો સમાવેશ થાય છે.