અમેરિકન-શેરબજાર સુધરતાં ક્રીપ્ટોકરન્સીમાં ઉછાળોઃ આઇસી15-ઇન્ડેક્સમાં 2%ની વૃદ્ધિ 

મુંબઈઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે ભવિષ્યમાં વ્યાજદરનો વધારો ઘણો નહીં હોય એવું જાહેર કર્યા બાદ બુધવારે સ્થાનિક શેરબજારમાં ઉછાળો આવ્યો હતો. તેને પગલે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે સુધારો જોવા મળ્યો હતો.

ફેડરલ રિઝર્વે બુધવારે વ્યાજદરમાં અડધા ટકાની વૃદ્ધિ કરી હતી તથા આવતા મહિને 9 ટ્રિલ્યન ડોલરની એસેટમાં કાપ મૂકવાની જાહેરાત કરી હતી. આવતા મહિને વ્યાજદરમાં જે વધારો સંભવિત છે એને ટ્રેડરો ધ્યાનમાં લઈ ચૂક્યા છે એવું ફેડરલ-ફંડ્સ ફ્યુચર્સના આંક પરથી જોઈ શકાય છે. ગુરુવારે અમેરિકન બજાર ફરી ઘટવા લાગે એવો અંદાજ છે.

ગુરુવારે સાંજ સુધીમાં બિટકોઇન વધીને 39,524 ડોલરની તથા ઈથેરિયમ 2,930 ડોલરની સપાટીએ પહોંચ્યા હતા.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.16 ટકા (1,231 પોઇન્ટ) વધીને 58,058 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 56,826 ખૂલીને 58,665 સુધીની ઉપલી અને 56,287 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
56,826 પોઇન્ટ 58,665 પોઇન્ટ 56,287 પોઇન્ટ 58,058 પોઇન્ટ

ડેટાનો સમયઃ 5-5-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)