ટ્રેડવૉરઃ અમેરિકાને ચીન સાથે બિઝનેસ બેઠકમાં કોઈ ખાસ આશાવાદ નથી

વૉશિગ્ટન– અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને આ સપ્તાહે વૉશિગ્ટનમાં ચીન સાથે યોજાનારી વેપાર ચર્ચામાં કોઈ ખાસ આશાવાદ દેખાતો નથી. તેમણે રોયટર્સ સાથેની વાતચીતમાં આમ કહ્યું હતું. ટ્રમ્પે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમણે ચીન સાથે વેપારને લઈને વિવાદ સમાપ્ત કરવા માટે કોઈ સમયમર્યાદા નક્કી નથી કરી. અમેરિકા અને ચીન વચ્ચે વૉશિગટનમાં આ સપ્તાહે બુધવારે અને ગુરુવારે બિઝનેસ પર ચર્ચા થવાની આશા છે.

જૂન મહિના પછી બન્ને દેશો વચ્ચે બિઝનેસને લઈને આ સૌથી પહેલી ઔપચારિક મીટિંગ થઈ રહી છે. આ બેઠકમાં અમેરિકાના ટ્રેઝરી અંડરસેક્રેટરી ડેવિડ માલપાસ અને ચીનના ઉપવાણિજ્યપ્રધાન વૈંગ શોઉવનના નેતૃત્વમાં થશે. આ પહેલા અમેરિકાના વાણિજ્યપ્રધાન વિલબર રૉસને પેઈચિંગમાં ચીનના આર્થિક સલાહકાર લિઉ હે સાથે બેઠક કરી હતી, પણ તેમાં બન્ને દેશો વચ્ચે કોઈ સહમતી સંઘાઈ ન હતી.

બન્ને દેશો વચ્ચે બિઝનેસ અંગેની ચર્ચા એવા સમયે થઈ રહી છે કે જ્યારે અમેરિકાએ ચીનથી આયાત થતાં સામાન પર 16 અબજ ડૉલરની આયાત ડયૂટી લાદવાની જાહેરાત કરી છે, તેનો અમલ ગુરુવારે મધ્યરાત્રીએ 12 વાગ્યેને એક મીનીટથી થવાનો છે. ચીને પણ અમેરિકાના સામાન પર આવી જ રીતે આયાત ડયૂટી લાદવાની ધમકી આપી દીધી છે.

ટ્રેમ્પે એક મુલાકાતમાં કહ્યું હતું કે ચીન સાથેની આ બેઠકમાં તેમને કોઈ ખાસ આશાવાદ નથી. ચીનની સાથે વેપાર સાથે જોડાયેલા વિવાદનો ઉકેલ લાવવામાં સમય લાગશે. ટ્રમ્પે ચીન પર આરોપ લગાવ્યો છે, કે ચીને તેમના ચલણ યુઆનની છેડછાડ કરી છે. જેનાથી અમેરિકા દ્વારા લાદવામાં આવેલ ટેરિફની અસર ઓછી થઈ શકે. બીજી તરફ ચીન અમેરિકા સાથે બિઝનેસ બેઠકને લઈને આશાવાદી છે.