નવી દિલ્હીઃ ફ્રેન્ચ ઓઇલ અને એનર્જી ગ્રુપ ટોટલે અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)માં 20 ટકા લઘુમતી હિસ્સો 2.5 અબજ ડોલરમાં ખરીદવા સંમત થયું છું, કંપની એની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં હાજરી વધારવા માટે આ સોદો કર્યો છે. આ સોદામાં પેરિસ સ્થિત ટોટલ વિશ્વની સૌથી મોટી સોલર એનર્જી ડેવલપરના બોર્ડમાં સ્થાન મેળવવાની સાથે-સાથે સોલર એસેટ્સના 2.35 ગિગા પોર્ટફોલિયોમાં 50 ટકા હિસ્સો મેળવશે,એમ બંને કંપનીઓએ નિવેદનમાં જણાવ્યું હતું.
વર્ષ 2018માં ટોટલ અદાણી ગેસ લિ.માં 37.4 ટકાનો હિસ્સો ખરીદ્યો હતો (કંપની અદાણી ગ્રુપની છે અને અમદાવાદમાં ગેસ વિતરણ કરે છે) અને ધર્મા એલએનજી પ્રોજેક્ટમાં 50 ટકા હિસ્સો ખરીદ્યો હતો. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું હતું કે અમે 2030 સુધીમાં 450 ગિગાવોટ સૌર ઊર્જાના ભારતનું લક્ષ્ય પૂરું કરવા માટે એકસાથે મળીને કામ કરવા તૈયાર છીએ. આ બંને કંપનીઓની વચ્ચે બીજી ભાગીદારી છે.
ફ્રેન્ચ જાયન્ટે કહ્યું હતું કે આ અદાણી ગ્રીન એનર્જી લિ.માં 20 ટકા લઘુમતી હિસ્સો હસ્તગત કરવાનો રસ એટલે હતો કે ભાગીદારીને ગાઢ કરવાનો અને ભારતના અગ્રણી ઇન્ફ્રા. પ્લેટફોર્મમાંમ અનમે ગ્રીન એનર્જી ફીલ્ડમાં હાજરી વધારવાનો હતો. ટોટલનું લક્ષ્ય ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવાનો અને ઇલેક્ટ્રિસિટી અને રિન્યુએબલ એનર્જી તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો. કંપની વર્ષ 2025 સુધીમાં 35 ગિગાવોટ (GW)ના ગ્રોસ રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય છે, જે હાલમાં સાત GW છે અને એ પછી પ્રતિ વર્ષે 10 GW કંપની ઉત્પાદન વધારવા માગે છે.