ડિસ્ટ્રિબ્યુટર્સ માટે પ્રીમિયમ પ્લેટફોર્મ BSE સ્ટાર MF પ્લસ

મુંબઈઃ BSEએ તેના મેમ્બર્સને વિશ્વ કક્ષાની સર્વિસીસ પૂરી પાડવાના ધ્યેય સાથે તેના સ્ટાર MF મંચ પર ડિસ્ટ્રિબ્યુટર્સ અને તેમના ક્લાયન્ટ્સ માટેનાં ફીચર્સ સહિત નવું પ્લેટફોર્મ BSE સ્ટાર MF પ્લસ શરૂ કર્યુ છે. આ પ્લેટફોર્મની મુખ્ય વિશિષ્ટતાઓમાં  RIAs અને ડિસ્ટ્રિબ્યુટર્સ માટે સંપૂર્ણ પાવર પેક સોલ્યુશન,ક્લાયન્ટ્સ ઓનબોર્ડિંગ અને ઈ-કેવાયસી સુવિધા, કસ્ટમર પોર્ટફોલિયો મેનેજમેન્ટ, પ્રિસેલ્સ ટૂલ્સ, સબ-બ્રોકર નેટવર્ક, મલ્ટી-એસેટ વ્યૂ, ઈન્વેસ્ટર રિસ્ક પ્રોફાઈલિગ, ઓનલાઈન માર્કેટ ફીડ્સ, બ્રોકરેજ કેલક્યુલેશન અને રિકન્સિલિયેશન મોડ્યુલ, કસ્ટમાઈઝ કરી શકાય એવું એડમિન યુટિલિટી મોડ્યુલ, લક્ષ્યાંક પર નજર રાખવાની સુવિધા, ફી મેનેજમેન્ટ, રેગ્યુલેટરી અને કોમ્પ્લાયન્સ આવશ્યકતાઓ, ફાઈનાન્સિયલ પ્લાનિંગ ટૂલ્સ અને CRM અને અન્ય ઘણી સુવિધાઓ સામેલ છે.

આ પ્રસંગે BSEના મ્યુચ્યુઅલ ફંડ હેડ ગણેશ રામે કહ્યું હતું કે બીએસઈ સ્ટાર MFની સર્વિસીસ દ્વારા અમે દેશમાં મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશનની સંકલ્પના પૂરેપૂરી બદલી નાખી છે. આ નવી સુવિધા સાથે અમે આશા રાખીએ છીએ કે વધુને વધુ ડિસ્ટ્રિબ્યુટર્સ, AMCs, તેમના ક્લાયન્ટ્સ અને અન્ય સહભાગીઓ સ્ટાર એમએફમાં જોડાશે.