ચેન્નઈઃ વિશ્વભરમાં રેસ્ટોરાં ફૂડને પીરસવા માટે વેઇટર રાખવામાં આવે છે, પણ તામિલનાડુના પાટનગર ચેન્નઈમાં એક એવી રેસ્ટોરાં ખૂલી છે, જ્યાં પીરસવા માટે એક પણ વેઇટર નથી. તમને લાગશે કે આ શું મોટી વાત છે, અહીં સેલ્ફ સર્વિસ હશે, પણ તમે સદંતર ખોટું વિચારી રહ્યા છો. અહીં ફૂડનું પીરસવા માટે રોબોટનો ઉપયોગ કરવામાં આવે છે.
આ રેસ્ટોરાં ચેન્નઈના મહાબલિપુરમ રોડ પર ખૂલી છે. આ રેસ્ટોરાં થાઈ અને ચાઇનીઝ ફૂડ ગ્રાહકોને પીરસે છે. અહેવાલ મુજબ આ દેશની પહેલી રોબોટ થિમ બેઝ્ડ રેસ્ટોરાં છે. આ રેસ્ટોરાં વેકન્ટેશ રાજેન્દ્રન અને કાર્તિક કાનન નામની વ્યક્તિઓએ સાથે મળીને શરૂ કરી છે.
આ રેસ્ટોરાંમાં દરેક ટેબલ પર ટેબ લગાવવામાં આવ્યા છે, જેના પર તમે તમારો ઓર્ડર આપવાનો છે, જે પછી ઓર્ડર કિચન સુધી પહોંચી જાય છ, જ્યાં ફૂડ બને છે. આ ડિશ બન્યા પછી હાજર રોબોટ એ ગ્રાહકના ટેબલ સુધી પહોંચાડી દે છે. આ બધા રોબોટ બેટરી ઓપરેટેડ છે આ રોબોટમાં સેન્સર્સ લાગેલાં છે.