માઇક્રોસોફ્ટથી જોડાયેલી કંપની 10 ટકા છટણી કરશે

નવી દિલ્હીઃ વૈશ્વિક સ્તરે બદલાતી સ્થિતિ અને મંદી જેવા માહોલની સંભાવનાઓના ડરથી કંપનીઓ ઝડપથી કર્મચારીઓની સંખ્યામાં કાપ કરી રહી છે. નોકરીઓ કાપનું કારણ કંપનીઓ ખર્ચમાં કાપ જણાવી રહી છે. ટ્વિટર, એમેઝોન, ગૂગલ, યાહુ અને ડિઝની પછી હવે માઇક્રોસોફ્ટની માલિકીની કંપની ગિટલેબે 10 ટકા કર્મચારીઓની છટણીની ઘોષણા કરી છે. ગિટહબમાં આશરે 3000 કર્મચારીઓ છે.

માઇક્રોસોફ્ટની માલિકીની ઓપન સોર્સ ડેવલપર પ્લેટફોર્મ ગિટહબે નાણાકીય વર્ષના અંત સુધીમાં 10 ટકા કર્મચારીઓની છટણીની ઘોષણા કરી હતી. કંપનીએ કહ્યું હતું કે મુશ્કેલ આર્થિક પરિસ્થિતિઓને પગલે કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. ટેકક્રંચના એક રિપોટ્ અનુસાર ગિટહબમાં આશરે 3000 કર્મચારીઓ છે. આ પહેલાં માઇક્રોસોફ્ટ પણ મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી ચૂકી છે.

યાહૂ પણ કર્મચારીઓની છટણી કરશે

યાહૂએ કહ્યું હતું કે કંપની એડવર્ટાઇઝમેન્ટ ટેક્નિક વિભાગના મોટા પુનર્ગઠનના રૂપે કુલ વર્કફોર્સના 20 ટકાથી વધુ કર્મચારીઓની છટણી કરશે. કંપનીએ કહ્યું હતું કે એ છટણી 50 ટકા વિજ્ઞાપન ટેક્નિકલ કર્મચારીઓને પ્રભાવિત કરશે, જેમાં આશરે 1000 કર્મચારીઓ સામેલ છે.

ડિઝની કરશે 7000 કર્મચારીઓની છટણી  

મિડિયા અને એન્ટરટેઇનમેન્ટ સેગમેન્ટની દિગ્ગજ કંપની ડિઝનીએ 7000 જોબ્સમાં કાપ મૂકવાનું એલાન કર્યું છે. કંપનીએ વ્યવસાયને ત્રણ સેગમેન્ટમાં વહેંચવાની યોજના બનાવી છે. કંપનીએ 55ડ કરોડ ડોલરના કાપની અને 7000 નોકરીઓના કાપની જાહેરાત કરી છે. કંપનીના આ છટણીના નિર્ણયથી આશરે ત્રણ ટકા કર્મચારીઓ પ્રભાવિત થશે. એક ઓક્ટોબરના આંકડા મુજબ કંપનીના આશરે 2.20 લાખ કર્મચારો છે, જેમાં 1.66 લાખ અમેરિકામાં છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]