મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો આગળ વધ્યો છે. અમેરિકામાં ધારવામાં આવે છે એટલી જલદી મંદી નહીં આવે એવા આશાવાદને પગલે સ્ટોક્સ અને ક્રીપ્ટોકરન્સીમાં સુધારો થઈ રહ્યો છે.
અમેરિકામાં સ્ટોક્સ ફ્યુચર્સ વધ્યા છે. એસએન્ડપી 500ના ફ્યુચર્સમાં 1.8 ટકા, ડાઉ જોન્સના ફ્યુચર્સમાં 1.6 ટકા અને નાસ્દાક 100ના ફ્યુચર્સમાં 1.9 ટકાનો વધારો થયો છે. અમેરિકન પ્રમુખ જો બાઇડને સોમવારે કહ્યું હતું કે મંદી આવશે જ એવું લાગતું નથી.
ફેડરલ રિઝર્વ બૅન્ક ઑફ સેંટ લુઇસના પ્રેસિડન્ટ જેમ્સ બુલાર્ડે પણ કહ્યું હતું કે આ વર્ષે અર્થતંત્ર વૃદ્ધિના માર્ગે જઈ રહ્યું છે.
અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.55 ટકા (959 પોઇન્ટ) વધીને 27,924 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 26,965 ખૂલીને 28,253 સુધીની ઉપલી અને 26,162 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
26,965 પોઇન્ટ | 28,253 પોઇન્ટ | 26,162 પોઇન્ટ | 27,924 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 21-6-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |