મુંબઈ: બિટકોઇનની રાહે શુક્રવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો થયો હતો. જોકે, બિટકોઇન 20,000 ડોલરની સપાટી કૂદવામાં નિષ્ફળ ગયો હતો. ડિફોલ્ટને લગતો ડર ઘટી જવાને લીધે તથા સંસ્થાકીય રોકાણકારોએ કરેલી ખરીદીને લીધે માર્કેટ થોડું વધ્યું હતું.
આંકડાઓના વિશ્લેષણ પરથી કહી શકાય કે સંસ્થાકીય રોકાણકારોએ વેચવાલી બંધ કરી લીધી છે. તેઓ સ્પોટ બિટકોઇનમાં મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. આ સંજોગોમાં ક્રીપ્ટો એક્સચેન્જોમાં પાછલા ચોવીસ કલાકમાં કુલ 230 મિલ્યન ડોલરનાં કુલ ઊભાં ઓળિયાંનું લિક્વિડેશન થયું છે. લિક્વિડેટ થયેલાં મોટા ભાગનાં ઓળિયાં શોર્ટ હતાં.
અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.55 ટકા (642 પોઇન્ટ) વધીને 25,806 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 25,165 ખૂલીને 27,461 સુધીની ઉપલી અને 24,705 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
25,165 પોઇન્ટ | 27,461 પોઇન્ટ | 24,705 પોઇન્ટ | 25,806 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 1-7-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |