આઇસી15 ઇન્ડેક્સમાં 1,536 પોઇન્ટનો ઘસારો

મુંબઈઃ અમેરિકામાં હવે વ્યાજદરમાં વધારો કરવા બાબતે ફેડરલ રિઝર્વના તમામ બોર્ડ મેમ્બર સહમત હોવાનું જણાઈ આવ્યું તેને પગલે ગુરુવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ફરીથી ઘટાડાનો દોર ચાલુ થઈ ગયો હતો.

ટેક્નોલોજી ઉદ્યોગની અગ્રણી કંપની એનવિડિયાના નબળા કંપની પરિણામ તથા ક્રૂડ ઓઇલના ભાવમાં અને ફુગાવાના દરમાં થનારી સંભવિત વૃદ્ધિને કારણે રોકાણકારોએ વધારે જોખમ લેવાનું ટાળ્યું છે.

સ્ટોક માર્કેટમાં પણ ઘટાડો શરૂ થવાનો અણસાર મળ્યો તેની અસર ક્રીપ્ટો માર્કેટ પર પણ થઈ છે. બિટકોઇન પાછલા ચોવીસ કલાકમાં 2 ટકા ઘટીને 29,100 ડોલર અને ઈથેરિયમ આશરે 7 ટકા ઘટીને 1,800 ડોલર થયો હતો.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.79 ટકા (1,536 પોઇન્ટ) ઘટીને 38,940 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,476 ખૂલીને 40,722 સુધીની ઉપલી અને 38,442 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
40,476 પોઇન્ટ 40,722 પોઇન્ટ 38,442 પોઇન્ટ 38,940  પોઇન્ટ

ડેટાનો સમયઃ 26-5-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)