મુંબઈઃ ડિફોલ્ટની સમસ્યા ક્રિપ્ટો કરન્સી માર્કેટ માટે નકારાત્મક સાબિત થઈ રહી છે. વોયેજર ડિજિટલ જેવા કેટલાક બ્રોકરોએ ગ્રાહકોના ઉપાડ અને ડિપોઝિટ અટકાવી દીધા છે. કેટલાક ધિરાણકર્તાઓએ નાદારી માટે અરજી નોંધાવી હોવાથી ક્રિપ્ટો માટે અનિશ્ચિતતાની સ્થિતિ આવી ગઈ છે અને રોકાણકારો એમાં રોકાણ કરવાથી દૂર ભાગવા લાગ્યા છે. બિટકોઇન 20,000 ડોલરની નીચે ગયા બાદ હજી સુધરી શક્યો નથી.
શનિવારે ક્રિપ્ટો માર્કેટનું ટ્રેડિંગ વોલ્યુમ 20 ટકા ઘટીને ફક્ત 57.7 બિલિયન ડોલર રહ્યું હતું. જૂનમાં ક્રિપ્ટો કરન્સી માર્કેટ માટે કપરો પુરવાર થયો છે. સૌથી પ્રચલિત બિટકોઇનમાં વર્ષ 2011 બાદ પહેલી વાર 37 ટકા કરતાં વધારે ઘટાડો થયો છે. આ જ વલણ જુલાઈમાં પણ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
અગાઉ, ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.58 ટકા (409 પોઇન્ટ) ઘટીને 25,398 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 25,806 ખૂલીને 26,217 સુધીની ઉપલી અને 25,178 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ |
|||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
25,806 પોઇન્ટ | 26,217 પોઇન્ટ | 25,178 પોઇન્ટ | 25,398 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 2-7-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |