બિટકોઇન એશિયન વેપારમાં 42,000 ડૉલર કરતાં નીચા ભાવે ટ્રેડ થવા લાગ્યો છે. અમેરિકામાં સ્ટૉક્સ ફ્યુચર્સમાં આવેલા તીવ્ર ઘટાડાને પગલે લોકો જોખમ ધરાવતી ઍસેટ્સમાં રોકાણ કરવાથી બચી રહ્યા છે. બીજી બાજુ, ઓમાઇક્રોનના વધી રહેલા કેસ પણ રોકાણકારોનું માનસ ખરડી રહ્યા છે.
ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ સાથે સંકળાયેલા ફ્યુચર્સનો ભાવ 0.6 ટકા ઘટ્યો હતો, જ્યારે એસએન્ડપી 500 ફ્યુચર્સમાં 0.9 ટકાનો અને નાસ્દાક 100ના ફ્યુચર્સમાં 1.6 ટકાનો ઘટાડો થયો હતો.
અમેરિકન બજારો સોમવારે માર્ટિન લ્યુથર કિંગના સ્મૃતિદિન નિમિત્તે બંધ હતી.
માર્કેટ કેપની દૃષ્ટિએ સૌથી મોટી ક્રીપ્ટોકરન્સી – બિટકોઇનના ભાવમાં 2.7 ટકાનો ઘટાડો થઈને ભાવ 41,715 થઈ ગયો હતો. એથેરિયમ 3.8 ટકા ઘટીને 3,152 ટ્રેડ થવા લાગ્યો હતો. મોટાભાગના અગ્રણી ઓલ્ટરનેટિવ કોઇનના ભાવમાં પણ ગાબડું પડ્યું હતું.
આઇસી15 ઇન્ડેક્સ મંગળવારે બપોરે 4.00 વાગ્યા સુધીના ડેટા મુજબ 2.56 ટકા (1,688.58 પોઇન્ટ) ઘટીને 64,305.24 પોઇન્ટ પર પહોંચ્યો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
65,993 પોઇન્ટ | 66,114 પોઇન્ટ | 63,928 પોઇન્ટ | 64,305 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 18-1-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |