આઇસી15 ઇન્ડેક્સ 551 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં નરમાશ વચ્ચે બિટકોઇન 20,200 ડોલરની સપાટીને ટકાવી રાખવામાં સફળ થયો હતો. શુક્રવારે ડોઝકોઇન સૌથી વધુ એટલે કે નવ ટકા વધ્યો હતો, જ્યારે કાર્ડાનો અને યુનિસ્વોપમાં લગભગ 5-5 ટકાનો ઘટાડો થયો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન 979 અબજ ડોલર પર પહોંચ્યું છે. અમેરિકાની ઈક્વિટી માર્કેટમાં ઘટાડો થવાના સંકેત છે.

દરમિયાન, સેન્ટ્રલ બેન્ક ઓફ યુએઈએ સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીનો હોલસેલ પાઇલટ પ્રોગ્રામ પૂરો કર્યો છે. બિનાન્સે એ વાતને પુષ્ટિ આપી છે કે કઝાકસ્તાનની નેશનલ બેન્ક બીએનબી ચેઇનમાં સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીને આવરી લેશે. એક અહેવાલ મુજબ હોંગકોંગ રીટેલ ક્રીપ્ટો ટ્રેડિંગને કાનૂની સ્વરૂપ આપવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.82 ટકા (551 પોઇન્ટ) ઘટીને 29,786 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 30,337 ખૂલીને 30,671 પોઇન્ટની ઉપલી અને 29,444 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
30,337 પોઇન્ટ 30,671 પોઇન્ટ 29,444 પોઇન્ટ 29,786 પોઇન્ટ

ડેટાનો સમયઃ 28-10-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)