મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શનિવારે મિશ્ર વલણ રહ્યું હતું. અમેરિકામાં ફુગાવો નિયંત્રણમાં રહે એવા સંકેતો વચ્ચે ફેડરલ રિઝર્વ આ વર્ષના છેવાડે વ્યાજદર બાબતે ઢીલું વલણ અપનાવે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. બિટકોઇન હજી 20,000 ડોલરની નીચે ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે ઈથેરિયમનો ભાવ 1420 ડોલરની આસપાસ છે.
અમેરિકામાં શુક્રવારે સ્ટોક્સમાં ઘટાડો થયો હતો. ડાઉ જોન્સમાં અને નાસ્દાકમાં ગત જૂન બાદનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાયો હતો. સામાન્ય જનતામાં આર્થિક વિકાસને લગતો મત દર્શાવતો યુનિવર્સિટી ઓફ મિશિગનનો કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ પાંચ મહિનાની ઊપલી સપાટીએ પહોંચ્યો છે, જે વૃદ્ધિદર બાબતે આશાવાદ દર્શાવે છે. આગામી એક વર્ષમાં ફુગાવો ઘટશે એવો પણ ગ્રાહકોનો મત છે.
અગાઉ, ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.06 ટકા (18 પોઇન્ટ) ઘટીને 28,748 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 28,767 ખૂલીને 29,065 પોઇન્ટની ઉપલી અને 28,031 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
28,767 પોઇન્ટ | 29,065 પોઇન્ટ | 28,031 પોઇન્ટ | 28,748 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 17-9-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |