ટાટાને છોડીને અદાણી સૌથી મોટું વેલ્યુએબલ બિઝનેસ ગ્રુપ

અમદાવાદઃ ગૌતમ અદાણીની આગેવાની હેઠળ અદાણી ગ્રુપ દેશનું સૌથી મોટં વેલ્યુએબલ બિઝનેસ ગ્રુપ બની ચૂક્યું છે. અદાણી ગ્રુપનું માર્કેટ કેપ રૂ. 22.25 લાખ કરોડ એટલે કે 260 અબજ ડોલરે પહોંચી ચૂક્યું છે. અણાણી ગ્રુપે 154 વર્ષ જૂના ટાટા ગ્રુપને પાછળ છોડીને અગ્રેસર થયું છે. શુક્રવારે બજાર થતા સમયે ટાટા ગ્રુપની બધી કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 20.81 લાખ કરોડ હતું.

જોકે અગાણી ગ્રુપે નવ લિસ્ટેડ કંપનીઓએ કુલ મળીને રૂ. 40,000 કરોડનું માર્કેટ કેપ ગુમાવી દીધું છે, જ્યારે ટાટા ગ્રુપના માર્કેટ કેપમાં આશરે રૂ. 60,000 કરોડનો ઘટાડો નોંધાયો છે. મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ. 17.07 લાખ કરોડ માર્કેટ કેપ સાથે ત્રીજા ક્રમાંકે છે.

છેલ્લાં ત્રણ વર્ષથી પણ ઓછા સમયમાં અદાણી ગ્રુપની સાત લિસ્ટેડ કંપનીઓએ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 18.7 લાખ કરોડનો વધારો થયો છે. વર્ષ 2019ના અંતે આ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. બે લાખ કરોડ હતું. ત્યાર બાદ પ્રતિ મહિને આશરે રૂ. 56,700 કરોડની કમાણી કરી છે. આ સિવાય ટાટા ગ્રુપે રૂ. નવ લાખ કરોડ અને રિલાયન્સે રૂ. 7.4 લાખ કરોડની કમાણી કરી છે.

ACC અને અંબુજા સિમેન્ટનું હસ્તાતંરણ કર્યા પછી અદાણી ગ્રુપના કુલ માર્કેટ કેપમાં રૂ. 22.25 લાખ કરોડ થયું છે. આ બે કંપનીઓ સિવાય અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં આ વર્ષે રૂ. 10.16 લાખ કરોડનો વધારો નોંધાયો છે.