નવી દિલ્હીઃ 10 કંપનીઓએ જુલાઈથી એમના IPO લોન્ચ કર્યા હતા અને કેટલાક અન્ય IPO પાઇપલાઇનમાં છે. સપ્ટેમ્બરમાં આઠ કંપનીઓએ IPO લોન્ચ કર્યા હતા. છેલ્લા 30 મહિનામાં સપ્ટેમ્બરમાં સૌથી વધુ IPO આવ્યા હતા. હેપીયેસ્ટ માઇન્ડ્સ ટેક્નોલોજીસ, રૂટ મોબાઇલ, કેમકોન સ્પેશિયલિટી કેમિકલ્સ, કોમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસિસ, એન્જલ બ્રોકિંગ, UTI એસેટ મેનેજમેન્ટ કંપની (AMC), મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ અને લિખિતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરે એમની ઇનિશિયલ પબ્લિક ઓફર્સ (IPO) સપ્ટેમ્બર, 2020 લોન્ચ કરી હતી.
આ પહેલાં માર્ચ, 2018માં આઠ કંપનીઓના IPO આવ્યા હતા. માર્ચ, 2018માં આઠ કંપનીઓ- ભારત ડાયેનિક્સ, બંધન બેન્ક, હિન્દુસ્તાન એરોનોટિક્સ, સંધાર ટેક્નોલોજીસ કરડા કન્સ્ટ્રક્શન, મિશ્ર ધાતુ નિગમ, ICICI સિક્યોરિટીઝ અને લેમન ટ્રી હોટેલ્સના IPO આવ્યા હતા.
માર્ચ, 2018માં IPO દ્વારા સપ્ટેમ્બર, 2020 કરતાં વધુ નાણાં ઉઘરાવાયાં
માર્ચ, 2018માં આઠ કંપનીઓ દ્વારા રૂ. 15,711 કરોડ એકત્ર કર્યા હતા, જ્યારે એની તુલનામાં ઓછાં નાણાં સપ્ટેમ્બર,2020માં આઠ કંપનીઓએ રૂ. 7100 કરોડ કરતાં વધુ નાણાં એકઠાં કર્યાં હતાં.
છેલ્લા નવ મહિનામાં આશરે 60 લાખ ડીમેટ ખાતાં ખૂલ્યાં
છેલ્લા નવ મહિનામાં આશરે 60 લાખ ડીમેટ ખાતાં ખૂલ્યાં હતાં, જેથી રિટેલ ડીમેટ એકાઉન્ટની કુલ સંખ્યા 4.46 કરોડ એકાઉન્ટ્સે પહોંચી હતી.
સપ્ટેમ્બર, 2020માં એક સરકારી કંપનીએ મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ હતી, જેણે IPO લોન્ચ કર્યો હતો, જ્યારે માર્ચ, 2018માં ત્રણ સરકારી કંપનીઓએ IPOના માધ્યમથી નાણાં એકત્ર કર્યાં હતાં.
સબસ્ક્રિપ્શનની દ્રષ્ટિએ સપ્ટેમ્બર, 2020 આગળ
જોકે એક એવું ક્ષેત્ર –સબસ્ક્રિપ્શનની દ્રષ્ટિએ સપ્ટેમ્બર, 2020ના IPO માર્ચ, 2018થી આગળ નીકળ્યા હતા. 2018માં IPOમાં મોટા ભાગના IPO એક અંકમાં ભરાયા હતા, એકમાત્ર બંધન બેન્કનો IPO (14.56) ગણો ભરાયો હતો, જ્યારે સપ્ટેમ્બર, 2020માં હેપીયેસ્ટ માઇન્ડ ટેક્નોલોજીસનો 151 ગણો, કેમકેન સ્પેશિયલિટી કેમિકલ્સનો 149.3 ગણો, મઝગાંવ ડોક શિપબિલ્ડર્સનો 157.4 ગણો (જોકે એ પહેલી ઓક્ટોબરે બંધ થયો) રૂટ મોબાઇલ 73.3 ગણો, CAMKનો 47 ગણો, લિખિતા ઇન્ફ્રા.નો ઇશ્યુ 8.4 ગણો ભરાયો હતો. આ સિવાય એન્જલ બ્રોકિંગનો 3.94 ગણો અને UTI AMCનો 2.3 ગણો ઇશ્યુ ભરાયો હતો.
