વોશિંગ્ટનઃ ગૂગલ ક્રોમ વિશ્વનું સૌથી લોકપ્રિય ઇન્ટરનેટ બ્રાઉઝર છે, જેનો પ્રતિદિન લાખ્ખો લોકો ઉપયોગ કરે છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયની ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)એ ગૂગલ ક્રોમના વપરાશકર્તાઓ માટે ચેતવણી જારી કરી છે.
ટીમે વપરાશકર્તાઓને સૂચના આપી છે કે ગૂગલ ક્રોમમાં કેટલીક ખામીઓ છે, જે હુમલાખોર (હેકર્સ)ને ટાર્ગેટ સિસ્ટમમાં એક કોડ (આર્બિટરી કોડ) ઊભો કરવાની મંજૂરી આપે છે. જેનો લાભ હેકર્સ ઉઠાવી શકે છે, જે વપરાશકર્તા માટે જોખમી સાબિત થઈ શકે છે. ટીમે વધુમાં જણાવ્યું હતું કે ગૂગલ ક્રોમની સેફ બ્રાઉઝિંગ, રીડર મોડ, વેબ સર્ચ, થમ્બનેલ ટેપ સ્ટ્રિપ, સ્ક્રીન કેપ્ચર, વિન્ડો ડાયલોગ પેમેન્ટ્સ, એક્સટેન્શન, એક્સિસિબિલિટી અને કાસ્ટ સુધીની સર્વિસ મફત હોવાને કારણે ગૂગલ ક્રોમમાં આ ખામીઓ છે.
આ ખામીઓ ગૂગલ ક્રોમના વર્ઝન prior to 98.0.4758.80.માં હાજર છે. જેથી ગૂગલ ક્રોમને અપડેટ કરવામાં આવે તો ગૂગલે કહ્યું હતું કે એ અપડેટને 27 સિક્યોરિટી ઇશ્યુઓને ઠીક કરે છે.
ગૂગલે કહ્યું હતું કે જો વપરાશકર્તાઓ ગૂગલ ક્રોમને અપડેટ કરે છે તો બગ ડિટેઇલ્સને અને લિન્કને હેકર્સ સુધી પહોંચવાથી દૂર રાખી શકાય છે. જોકે એ જ રીતના અન્ય પ્રોજેક્ટોમાં જો હજી સુધી એને અપડેટ નથી કરવામાં આવ્યા તો બગ કોમ્પ્યુટરની લાઇબ્રેરીમાં હાજર હોય તો એને પણ ફિક્સ્ડ કરી શકાય છે. એટલે ગૂગલે વપરાશકારોને ગૂગલ ક્રોમ અપડેટ કરવાની સાથે સલાહ આપી છે કે વિન્ડોના ઉપયોગકર્તાઓ માટે “Chrome 98.0.4758.80/81/82 અને મેક અને લિનક્સ માટે 98.0.4758.80 કેટલાક સુધારાવધારા કરવામાં આવ્યા છે એને અપડેટ કરી લે. ગૂગલે આ માહિતી પહેલી ફેબ્રુઆરીએ આપી હતી.