નવી દિલ્હીઃ કેન્દ્ર ખાનગીકરણને વેગ આપવા ધારે છે, જેથી સરકારે IDBI બેન્કનું ખાનગકરણ કરવા માટે આ મહિને –એના સલાહકાર KPMG સાથે મોટા ખાનગી ઇક્વિટી બાયઆઉટ ફંડ અને લાંબા ગાળાનાં ફંડો સહિત કેટલાક સ્યુટર્સ સુધી પહોંચવા માટે આગામી સપ્તાહે રોડ-શો માટે આમંત્રિત કરશે. જોકે એ વર્ચ્યુઅલ જોડાણ હશે, જેમાં સરકારી અધિકારી અને બેન્કના મેનેજમેન્ટ સામેલ થશે.
સરકાર IDBI બેન્કનો 94.71 ટકા હિસ્સો વેચવા માટે તૈયાર છે જેમાં બેન્કમાં LICનો 49.24 ટકા ઇક્વિટી હિસ્સો છે. જે મેનેજમેન્ટના નિયંત્રણ સાથે આવે છે. કેન્દ્ર પાસે અન્ય 45.48 ટકા હિસ્સો છે. IDBI બેન્કના વેચાણ ખુલ્લી ટેન્ડરની પ્રક્રિયાના માધ્યમથી ખરીદદારની સ્વૈચ્છિક શોધનો ભારતનો આ મામલો છે. સામાન્ય રીતે આ રસ્તાનો ઉપયોગ બેન્કો વેચવા માટે કરવામાં આવે છે, જે સંકટમાં છે. આ સિવાય વીમાકર્તાના રૂપે LIC પોતાના હિસ્સાના જોખમમાંથી બહાર નીકળવા માટે પ્રતિબદ્ધ થવું પડે છે. જે માટે DRHP 13 ફેબ્રુઆરીએ કરવામાં કરવામાં આવ્યા હતા.
કેન્દ્ર સરકાર માર્ચના આખર સુધીમાં IDBI બેન્કમાં હિસ્સો વેચવા માટે એક્સપ્રેસ ઓફ ઇન્ટરેસ્ટ લઈને આવી શકે છે. હાલમાં IDBI બેન્કમાંનો સરકારી કેટલોક હિસ્સો વેચવામાં આવશે, એમ મૂડીરોકાણ અને જાહેર સંપત્તિ મેનેજમેન્ટ વિભાગના સચિવ તુહિના કાંતા પાંડેયે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે IDBI બેન્કનું વેચાણ ઓપન બિડિંગને આધારે થશે અને આવું પહેલી વાર થશે કે જ્યારે કોઈ બેન્કનો હિસ્સો ઓપન બિડિંગમાં સેલ આઉટ કરવામાં આવશે.