નવી દિલ્હીઃ બેંકોએ મોદી સરકાર સમક્ષ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકારે 40 હજાર કરોડ રુપિયાની ટેક્સ નોટિસ પાછી ન લીધી તો તે કસ્ટમરને કોઈપણ ફ્રી સર્વિસ નહી આપે. એટલે કે જો બેંકથી કોઈપણ પ્રકારની સેવા પ્રાપ્ત કરવા માટે ગ્રાહકે ચાર્જ આપવો પડશે. જો બેંકોએ પોતે ઉચ્ચારેલી ચીમકીનો અમલ કર્યો તેનાથી સામાન્ય માણસ માટે બેંકિંગ સુવિધાઓ ખૂબ મોંઘી બની જશે.
એપ્રિલમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ડીજી જીએસટીએ બેંકોને ફ્રી સર્વિસીઝ પર 40 હજાર કરોડ રુપિયાનો સર્વિસ ટેક્સ ચૂકવવા માટે નોટિસ આપી હતી. આ મામલે નાણા મંત્રાલય અને બેંકો વચ્ચે વાતચીત થઈ ચૂકી છે પરંતુ અત્યાર સુધી આ મામલે સમાધાન થયું નથી. બેંકોનું કહેવું છે કે જો તેમને ફ્રી સેવાઓ પર સર્વિસ ટેક્સ આપવો પડશે તો તે ગ્રાહકોને કોઈપણ પ્રકારની ફ્રી સર્વિસ નહી આપી.
પ્રાપ્ત વિગતો અનુસાર હવે આ મામલે વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચી ગયો છે. વડાપ્રધાન કાર્યાલય બેંકો અને નાણા મંત્રાલયના અધિકારીઓ સાથે મળીને આ મામલે સમાધાન કરવાનો પ્રયત્ન કરશે. બેંક અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો તેમને 40,000 કરોડ રુપિયા સર્વિસ ટેક્સ આપવા માટે મજબૂર કરવામાં આવશે તો તે તમામ ફ્રી સર્વિસીઝ બંધ કરી દેશે. આમ થવાથી ગ્રાહકોને ચેકબુક, એટીએમમાંથી પૈસા કાઢવા, બેંકમાં પૈસા જમા કરાવવા અને જનધન અકાઉન્ટ માટે પણ ચાર્જ આપવો પડશે.બેંક અધિકારીઓને આશા છે કે સરકાર અને બેંક મળીને આનો ચોક્કસ કોઈ રસ્તો કાઢશે જેનાથી સામાન્ય ગ્રાહકને બેંકિંગ સેવાઓ માટે પૈસા ન આપવા પડે. આ વર્ષે જૂનમાં સરકારે સ્પષ્ટ કર્યું હતું કે કે એવા અકાઉન્ટ કે જેમાં મિનિમમ અકાઉન્ટ મેન્ટેન કરવામાં આવી રહ્યું છે તેના પર જો બેંક ફ્રી સર્વિસ આપે છે કે આ પ્રકારની સેવાઓ પર જીએસટી નહી લાગે. જો કે સરકારે સર્વિસ ટેક્સ મામલે કશું જ કહ્યું નહોતું.બેંક અકાઉન્ટ હોલ્ડર્સથી મિનિમમ અકાઉન્ટ મેન્ટેન ન કરવા પર ચાર્જ પહેલાથી જ વસુલી રહી છે. આ મામલે પહેલાથી જ બેંકોની ટીકા થઈ રહી છે. જો બેંક ફ્રી સેવાઓ આપવાની બંધ કરી દે તો આનાથી સામાન્ય ગ્રાહક માટે ચોક્કસપણે બેંકિંગ સેવાઓ મોંઘી બની જશે.