નવી દિલ્હીઃ દેશભરમાં આયુષ્માન યોજના લાગૂ કરવાને લઈને રાજ્યોને વીમા કંપનીઓ પર ભરોસો નથી. અને એટલા માટે જ 20 જેટલા રાજ્યોએ આ યોજનાને ટ્રસ્ટ મોડલ પર લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. તો આ સીવાય 8 રાજ્યોએ પોતાના રાજ્યમાં આયુષ્માન ભારત યોજના ડાઈબ્રિડ મોડલ પર લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આયુષ્માન ભારત યોજના 25 સપ્ટેમ્બરથી આખા દેશમાં લાગુ થવા જઈ રહી છે. આ યોજના અંતર્ગત દેશના આશરે 10 કરોડ પરિવારોને વાર્ષિક 5 લાખ રુપિયા સુધીની સારવાર ફ્રીમાં કરી આપવામાં આવશે.
પ્રાપ્ત વિગતો અનુસાર દેશના 20 રાજ્યોએ આયુષ્માન યોજના ટ્રસ્ટ મોડલ પર લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે આમાં વીમા કંપનીઓની કોઈ ભૂમિકા નહી હોય. રાજ્ય આયુષ્માન સ્કીમ માટે એક ટ્રસ્ટ બનાવશે અને આયુષ્માન યોજના અંતર્ગત લોકોના ઈલાજ પર થનારા ખર્ચની ચૂકવણી આ ટ્રસ્ટથી કરવામાં આવશે. દેશના મોટાભાગના રાજ્ય આ મોડલ પર જ સ્કીમ લાગુ કરવા ઈચ્છી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દેશના 8 રાજ્યોએ આયુષ્માન ભારત યોજનાને હાઈબ્રિડ મોડલ પર લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. હાઈબ્રિડ મોડલમાં ઈંશ્યોરન્સ અને ટ્રસ્ટ બંન્ને મોડલ હોય છે.
ઉદાહરણ તરીકે જોવા જઈએ તો. જો આયુષ્માન યોજના અંતર્ગત કોઈ લાભાર્થીએ ઈલાજ કરાવ્યો તો એક લાખ રુપિયા સુધીની ચૂકવણી વીમા કંપની કરશે. તો ઈલાજનો ખર્ચ 1 લાખ રુપિયાથી વધારે છે તો તેની ચૂકવણી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.