ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મામૂલી સુધારોઃ આઇસી15-ઇન્ડેક્સ 468-પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટ્યા ભાવે ખરીદીનો માહોલ જામતાં થોડો સુધારો આવ્યો છે. હજી રોકાણકારો મોટું એક્સપોઝર લેવા તૈયાર નથી, કારણ કે અમેરિકામાં ફેડરલ રિઝર્વની મીટિંગની વિગતો જાહેર થવાની પ્રતીક્ષા છે.

અમેરિકામાં ઉનાળામાં લોકો પ્રવાસે જવા ઉપડશે તેથી ઈંધણની માગ વધશે એવા અંદાજને પગલે ક્રૂડના ભાવમાં પણ થોડો ઉછાળો આવ્યો છે.

ફેડરલ રિઝર્વની મીટિંગની મિનટ્સના આધારે રોકાણકારોને અમેરિકામાં અર્થતંત્ર અને ફુગાવા બાબતેનાં પગલાંની જાણ થશે અને તેના આધારે બજારનું આગામી વલણ સ્પષ્ટ થશે.

દરમિયાન, બિટકોઇન 1.6 ટકા વધીને 29,700 ડોલર પર પહોંચ્યો હતો તથા ઈથેરિયમ મામૂલી ફેરફાર સાથે 1,900 ડોલરની નજીક ચાલી રહ્યો છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.17 ટકા (468 પોઇન્ટ) વધીને 40,476 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,008 ખૂલીને 41,223 સુધીની ઉપલી અને 38,977 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
40,008 પોઇન્ટ 41,223 પોઇન્ટ 38,977 પોઇન્ટ 40,476 પોઇન્ટ

ડેટાનો સમયઃ 25-5-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)