શ્રીનગરઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન સોમવારે બે દિવસીય જમ્મુ-કાશ્મીરના પ્રવાસ માટે શ્રીનગર પહોંચ્યાં હતાં. તેમણે ઉપ-રાજ્યપાલની હાજરીમાં નવા ઇન્કમ ટેક્સ અને રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં રૂ. 165 કરોડના વિકાસ પ્રોજેક્ટોનું ઉદઘાટન કર્યું હતું, જેમાં ઝેલમ અને તવી પૂર નિયંત્રણ પ્રોજેક્ટ પણ સામેલ છે, એમ અધિકારીઓએ કહ્યું હતું.
તેમણે રૂ. 130.49 કરોડના ખર્ચે આરોગ્ય, શિક્ષણ, શહેરની માળખાકીય સુવિધા અને ડિઝેસ્ટર મેનેજમેન્ટ સંબંધિત વિકાસ-કાર્યોનું ઉદઘાટન કર્યું હતું. તેમણે ઝેલમ અને તવી પૂર પ્રોજેક્ટો હેઠળ બડગામમાં કેન્દ્ર શાસિત પ્રદેશ સ્તરના ઇમર્જન્સી વહીવટી કેન્દ્ર અને સુપરવાઇઝરી કન્ટ્રોલ અને ડેટા હસ્તાંતરણ નિયંત્રણ ભવનની આધારશિલા મૂકી હતી.
આ ઉપ-પ્રોજેક્ટો ઝેલમ અને તવી પૂર નિયંત્રણ પ્રોજેક્ટનો હિસ્સો છે, જેને વિશ્વ બેન્ક તરફથી 25 કરોડ અમેરિકી ડોલરની મદદ કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં બે વર્ષોનીમ 21 નાના-મોટા પ્રોજેક્ટ પૂરા કરવામાં આવયા છે અને આગામી દિવસોમાં મોટી સંખ્યામાં વિકાસના કામો મોટા પાયે થશે અને લોકો સુધી એક લાભ પહોંચાડવામાં આવશે.
પ્રદેશ સરકાર જણાવ્યાનુસાર છેલ્લાં બે વર્ષોમાં રૂ. 35,000 કરોડના મૂડીરોકાણના પ્રસ્તાવ સરકારે પાસે આવ્યા છે અને એમાંથી રૂ. 29,000 કરોડનાં કામ શરૂ પણ કરવામાં આવ્યાં છે. જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિંહાએ કહ્યું હતું કે આગામી વર્ષ ના અંત સુધીમાં એ આંકડો રૂ. 53,000 કરોડ સુધી પહોંચવાની આશા છે.