બીએસઈ-એસએમઈ પર 392મી-કંપની શાંતિદૂત ઈન્ફ્રા સર્વિસીસ લિસ્ટ થઈ

મુંબઈઃ બીએસઈ એસએમઈ પર 392મી કંપની તરીકે શાંતિદૂત ઈન્ફ્રા સર્વિસીસ લિમિટેડ લિસ્ટ થઈ છે. શાંતિદૂત ઈન્ફ્રા સર્વિસીસે રૂ.10ની મૂળ કિંમતના 4,96,000 ઈક્વિટી શેર્સ રૂ.81ની કિંમતે ઓફર કરી કુલ રૂ.4.02 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 9 સપ્ટેમ્બર, 2022ના રોજ સફળતાપૂર્વક પાર પડ્યો હતો.

શાંતિદૂત ઈન્ફ્રા સર્વિસીસ બિહારસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ પટના ખાતે છે. કંપની સ્કૂલ્સ, કોલેજીસ, હોસ્પિટલ્સ, ઓફિસીસ, હોટેલ્સ વગેરે જેવી સંસ્થાઓ માટેનાં બિલ્ડિંગ્સનું નિર્માણ કરે છે. કંપની ગ્રાહકોની આવશ્યકતા પ્રમાણે સંસ્થાકીય પ્રોજેક્ટ્સના રિનોવેશન પ્રોજેક્ટ્સ પણ હાથ ધરે છે. કંપની બીડિંગ દ્વારા જાહેર પ્રોજેક્ટ્સ અને વન ટુ વન મંત્રણા દ્વારા બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ પ્રાપ્ત કરે છે.

મુંબઈ સ્થિત ગ્રેટેક્સ સર્વિસીસ લિમિટેડ શાંતિદૂત ઈન્ફ્રા સર્વિસીસની લીડ મેનેજર હતી.અત્યાર સુધીમાં બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પરથી 151 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. લિસ્ટેડ 391 કંપનીઓએ રૂ.4,253 કરોડ બજારમાંથી એકત્ર કર્યા છે, જેનું માર્કેટ કેપિટલાઈઝેશન 19 સપ્ટેમ્બર, 2022ના રોજ રૂ.60,326 કરોડ હતું.

(તસવીર સૌજન્યઃ @AjayTha26074981