મુંબઈઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વ જુલાઈના ફુગાવાના આંકડાઓને અનુલક્ષીને હવે વ્યાજદરમાં વધારો કરવાનું વલણ કૂણું કરશે એવી ધારણાને પગલે ક્રીપ્ટોકરન્સી માર્કેટે મોટો કૂદકો માર્યો હતો. બિટકોઇન 24,500 ડોલરની સપાટી વટાવી ગયો હતો.
નોંધનીય છે કે જુલાઈ મહિનાનો અમેરિકાનો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 8.7 ટકાની ધારણાથી વિપરીત 8.5 ટકાના દરે વધ્યો છે. તેને લીધે હવે આવતા મહિનાથી શરૂ કરીને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં મોટો વધારો નહીં કરે એવી શક્યતા વધી ગઈ છે. ક્રીપ્ટોકરન્સી માર્કેટ ફરીથી સ્ટોક માર્કેટની રાહે ચાલવા લાગી છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 7.23 ટકા (2,419 પોઇન્ટ) વધીને 35,852 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,433 ખૂલીને 36,245 સુધીની ઉપલી અને 35,852 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
33,433 પોઇન્ટ | 36,245 પોઇન્ટ | 33,321 પોઇન્ટ | 33,671 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 11-8-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |