ગોલ્ડ એક્સચેન્જના નિયામક તરીકે ‘સેબી’ કામગીરી કરશે

નવી દિલ્હીઃ સરકારે સોમવારે સંસદમાં વર્ષ 2021-22નું બજેટ રજૂ કરતાં સેબીને ગોલ્ડ એક્સચેન્જના નિયામક બનાવી હતી. તેમણે કહ્યું હતું કે સિક્યોરિટી માર્કેટમાં સેબી અધિનિયમ, ડિપોઝિટરીઝ અધિનિયમ અને સરકારી સિક્યોરિટી અધિનિયમ સામેલ થશે. એની સાથે મૂડી બજાર નિયામક સિકયોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ને ગોલ્ડ એક્સચેન્જના રૂપે નિયુક્ત કરવામાં આવશે. નાણાપ્રધાને રોકાણાકારોની સુરક્ષા માટે એક રોકાણકાર ચાર્ટર લાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.

નાણાપ્રધાને વર્ષ 2021-22ના બજેટ ભાષણમાં કહ્યું હતું કે નાણાં વર્ષ 2018-19ના બજેટમાં સરકારે દેશમાં રેગ્યુલેટેડ ગોલ્ડ એક્સચેન્જની પ્રણાલી સ્તાપિત કરવાનો ઇરાદો જાહેર કર્યો હતો. આ ઉદ્દેશ માટે સેબીને નિયામક તરીકે જાહેર કરવામાં આવી છે. વિશ્લેષકોએ આ પગલાને અગત્યનું ગણાવ્યું હતું.

એ બધી નાણાસંસ્થાઓમાં રોકાણકારોના અધિકાર વિશે હશે. હાલના સમયમાં સેબી શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ સહિત શેરોની જોડાયેલા રોકાણનું નિયમન કરે છે. વિશ્લેષકોનું માનવું છે કે નાણાપ્રધાનના આ નિર્ણયથી સોનામાં મૂડીરોકાણની પારદર્શકતા વધારવામાં મદદ મળશે. આ સાથે રોકાણકારોનો વિશ્વાસ વધશેમાત્ર બજારના દાયરામાં આવતા ગોલ્ડ ઇટીએફ સેબીના નિયામકીય દાયરા છે.