સેબીએ શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રાને ₹ ત્રણ-લાખનો દંડ ફટકાર્યો  

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની પોર્નોગ્રાફી મામલે ધરપકડ પછી મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. હવે સેબીએ શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રા અને તેમની કંપની વિયાન ઇન્ડસ્ટ્રીઝ પર ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોના ઉલ્લંઘન કરવા બદલ રૂ. ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે.

સેબીના ઓર્ડર મુજબ કુંદ્રા, શિલ્પા શેટ્ટી અને તેમની કંપની દ્વારા સ્ટોક એક્સચેન્જોને ફરજિયાત ખુલાસો કરવામાં ત્રણ વર્ષના વિલંબ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. બજાર નિયામકે કહ્યું હતું કે આ દંડની રકમ તેમણે સંયુક્તપણે અથવા અલગ-અલગ રીતે ભરવાનો રહેશે, કેમ કે તેઓ કંપનીના પ્રમોટરો છે. સેબીએ પહેલી સપ્ટેમ્બર, 2013થી 23 ડિસેમ્બર, 2015ના સમયગાળા દરમ્યાનના વિયાન ઇન્ડસ્ટ્રીઝ લિ. (ભૂતકાળમાં હિન્દુસ્તાન સેફ્ટી ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝ લિ. તરીકે જાણીતી)ના શેરોમાં ટ્રેડિંગ-ડીલિંગની તપાસ કરી હતી, જેમાં માલૂમ પડ્યું હતું કે રિપુ સુદન કુંદ્રા, શિલ્પા શેટ્ટી કુંદ્રા અને  કંપનીએ સેબીના ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોનું કેટલીક જોગવાઈ હેઠળ ઉલ્લંઘન કર્યું હતું, એમ સેબીએ કહ્યું હતું.ના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે 2015માં કંપનીએ ચાર વ્યક્તિઓને પ્રેફરશિયલ એલોટમેન્ટને ધોરણે પાંચ લાખ ઇક્વિટી શેરોને ફાળવણી કરી હતી અને એ ફાળવણીમાં કંપનીએ કંપનીના બે પ્રમોટરો કુંદ્રા અને શેટ્ટીને 1,28,800 શેરોની ફાળવણી કરી હતી. સેબીના ઇનસાઇડર ટ્રેડિંગના નિયમ મુજબ કંપનીના પ્રમોટરોએ બે દિવસની અંદર કંપનીએ લેવડદેવડનો ખુલાસો કરવો આવશ્યક છે, જો રકમ રૂ. 10 લાખથી વધુ હોય તો કંપનીએ બે દિવસમાં સ્ટોક એક્સચેન્જોને જાણ કરવાની હોય છે.

કુંદ્રા અને શેટ્ટીના શેરોની લેવડદેવડનું મૂલ્ય રૂ. 2.57 કરોડ હતું. વળી, 2015માં કંપનીએ એ શેરોની ફાળવણીની જાણ મે, 2019માં કરી હતી.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]