મુંબઈ તા.17 નવેમ્બર, 2020: BSEને સેબી પાસેથી 13 નવેમ્બર, 2020નો એક પત્ર મળ્યો છે, જેમાં સેબીએ જણાવ્યું છે કે સ્ટોક એક્સચેન્જીસ ખાતેનાં ઈન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (IPF)ની અસરકારકતા વધારવા સેબીએ વર્તમાન માળખાની વિસ્તૃત પુનર્સમીક્ષા કરી છે અને આ પુનર્સમીક્ષાને આધારે સ્ટોક એક્સચેન્જીસ ખાતેના ડિફોલ્ટિંગ મેમ્બર્સના ક્લાયન્ટ્સની ફરિયાદ નિવારણ યંત્રણામાં ધરમૂળથી ફેરફાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સેબીના આદેશ મુજબ BSEએ નીચે પ્રમાણેનાં પગલાં લેવાનાં રહેશે.
- IPFના પર્યાપ્ત કોર્પસ માટે વાર્ષિક સમીક્ષા કરવાની રહેશે.
- IPFકોર્પસને વેબસાઈટ પર જાહેર કરવું પડશે અને તેને માસિક ધોરણે અપડેટ કરવાનું રહેશે.
- રોકાણકારના દાવાઓની પતાવટ માટે સેબીએ નક્કી કરેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનો અને ડિફોલ્ટર જાહેર કરવા માટેની ટાઈમલાઈનનો અમલ કરવાનો રહેશે.
- રોકાણકારો સરળતાથી સમજી શકે એ માટે રોકાણકારોના દાવાની પ્રક્રિયાની નીતિની માહિતી FAQ સહિત જાહેર કરવાની રહેશે. 5. રોકાણકારના દાવાઓના પ્રોસેસિંગ માટેની પોલિસીમાં કોઈ પણ ફેરફાર કરાય એના અમલની આગોતરી જાણકારી રોકાણકારોને આપવાની રહેશે.
