વ્યાજ સહિત 14 હજાર કરોડ ચૂકવવા સહારાને આદેશ

0
827

નવી દિલ્હીઃ સેબીએ સહારાને નિયમોને તાક પર રાખીને રોકાણકારો પાસેથી વસુલવામાં આવેલી 14 હજાર કરોડ રુપિયાની રકમ પાછી આપવામાં માટેનો આદેશ આપ્યો છે. બોર્ડે સુબ્રતો રોય સહિત કંપનીના તત્કાલીન નિર્દેશકોને 15 ટકા વાર્ષિક વ્યાજ સાથે પૂરી રકમ પરત કરવાનો આદેશ આપ્યો છે.સેબીએ પોતાના આદેશમાં સમૂહની કંપની સહારા ઈન્ડિયા કોમર્શિયલ કોર્પોરેશન લિમિટેડ અને તેના તત્કાલીન નિદેશકો સાથે સાથે તેની સાથે જોડાયેલી કંપનિઓને બજાર અથવા કોઈપણ સાર્વજનિક કંપનીઓ પાસેથી ધન એકત્ર કરવા પર રોક લગાવી દીધી છે. મામલો કંપની દ્વારા 1998 થી 2009 વચ્ચે બ્રાંડ દ્વારા આશરે 2 કરોડ રોકાણકારો પાસેથી ખોટી રીતે ફંડ એકત્ર કરવાનો છે.

સેબીએ પોતાનો નવો આદેશ એવા ટાણે જાહેર કર્યો છે કે જ્યારે સહારાની બે અન્ય કંપનીઓ દ્વારા કોઈપણ પ્રકારના વૈકલ્પિક રુપથી પૂર્ણ રીતે પરિવર્તનીય ડિવેન્ચર દ્વારા આશરે 3 કરોડ લોકોથી લેવામાં આવેલા 24 હજાર કરોડ રુપિયાને પાછા આપવાનો સેબી દ્વારા 2011 જાહેર કરવામાં આવેલા આદેશ પર સુપ્રિમ કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો છે.