નવી દિલ્હી: પાકિસ્તાન સાથે હાલના દિવસોમાં વધી રહેલા તનાવ બાદ સુરક્ષાને ધ્યાને રાખી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રશિયામાં બનેવેલા 464 T-90 ટેન્ક ખરીદવાની મંજૂરી આપી દીધી છે. 13,500 કરોડની આ સંરક્ષણ સોદામાં રશિયામાં બનાવેલા T-90 ટેન્ક ભારતનો સોંપવામાં આવશે. આ નવા સોદાથી ભારત પાકિસ્તાનના નજીકના વિસ્તારોમાં આ તોપોને તૈનાત કરશે. ભારતીય સેનામાં સામેલ આ વિશેષ ટેન્ક T-90 સેનાની તાકાત છે.
સૂત્રોએ જણાવ્યું છે કે, ભારત રશિયા પાસેથી 464 ટેન્ક ખરીદી રહ્યું છે. આ સંરક્ષણ કરાર પર નજીકના ભવિષ્યમાં બંને દેશે હસ્તાક્ષર કરશે. 14 ફેબ્રુઆરીએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પર થયેલા જૈશના હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધી રહ્યો છે. નવા સોદાના કારણે ભારતીય સેના પાસે તોપોની સંખ્યા વધીને લગભગ 2,000 જેટલી થઈ જશે. હાલ ભારત પાસે T-72 અને T-55 ટેન્ક છે. ભારતીય સેના અર્જુન માર્ક-1ની બે પલટન હંમેશા તૈનાત રાખે છે.
આ વજનદાર ટેન્ક રેતી પર પણ ખુબ પ્રભાવ પાડી શકે છે. ભારતીય સેના સીધા યુદ્ધો માટે ઉપયોગમાં લેવા માટે નવા ટેન્કોના નિર્માણ પર પણ વિચાર કરી રહી છે. ભારતના આર્મર્ડ પલટનમાં મુખ્ય રૂપે ટી-90, ટી-72 અને અર્જુન ટેન્ક સામેલ છે. ભારતની જેમ પાકિસ્તાન પણ સંરક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવાની તૈયારી કરી રહ્યો છે. ભારતીય ભૂમિ સેનાના લગભગ 67 આર્મર્ડ પલટનની તુલનામાં પાકિસ્તાનની ભૂમિ સેના આ મુજબના પલટનની સંખ્યા લગભગ 51 છે.