7 હજાર કરોડ આપવા તૈયાર હતી વિદેશી કંપની, પણ ભારતીયએ કર્યો ઈનકાર…

નવી દિલ્હીઃ જ્યાં સ્ટાર્ટઅપ કંપનીઓ ફંડિંગ પ્રાપ્ત કરવાની અપેક્ષાઓ રાખતી હોય છે, તો OLA ના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે પોતાની કંપની માટે ફંડિંગ લેવાથી ઈનકાર કરી દીધો છે. જાપાની કંપની SoftBank Group Corp દ્વારા ઓલામાં 1.1 અબજ ડોલર એટલે કે આશરે 7.6 હજાર કરોડ રુપિયાનું રોકાણ કરવાની ઓફર આપી હતી જેને ભાવિશે ફગાવી દીધી હતી. હકીકતમાં ભાવિશ કંપની પર પોતાનો કંટ્રોલ રાખવા ઈચ્છે છે. આ માટે તેમણે સોફ્ટબેંક 7.6 હજાર કરોડ રુપિયા લેવાથી ઈનકાર કરી દીધો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જાપાની બિઝનેસમેન અને ઈન્વેસ્ટર Masayoshi Son સોફ્ટબેંકના પ્રમુખ છે. ઓલાના શરુઆતી દિવસોમાં પણ સોફ્ટબેંક ગ્રુપ કોર્પ આમાં રોકાણકાર હતા. ત્યારબાદ સોફ્ટબેંકે ઓલાના પ્રતિસ્પર્ધી સ્ટાર્ટઅપ ઉબેરમાં ભાગીદારી ખરીદી લીધી. પછી સોફ્ટબેંકે ઓલા અને ઉબેરના મર્જરના ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ ભાવિશે તેના આ પ્લાનને અટકાવી દીધો.

આ વચ્ચે સોફ્ટબેંકે ઓલાને 1.1 અબજ ડોલરના રોકાણની ઓફર આપી. જો આવું થાય તો ઓલામાં સોફ્ટબેંકની ભાગીદારી વધીને 40 ટકા થઈ જાત. આ પ્રસ્તાવ સામે ભાવિશે ઓલામાં પોતાનો કંટ્રોલ બનાવી રાખવાની શરત રાખી, જેનાથી આ ડિલ અટકી ગઈ. હવે અગ્રવાલ અન્ય ઈન્વેસ્ટર્સ પાસેથી ફંડિંગ એકત્ર કરી રહ્યા છે. આ વર્ષે જ તેમણે Hyundai Motor Co. પાસેથી 2,082 કરોડ રુપિયા અને Flipkart ના કો-ફાઉન્ડર સચિન બંસલ પાસેથી 624 રુપિયા એકત્ર કર્યા હતા.

33 વર્ષિય ભાવિશ અગ્રવાલે 2011માં પોતાના એન્જિનિયરિંગ સ્કૂલના મીત્ર અંકિત ભાટી સાથે મળીને ઓલાની શરુઆત કરી હતી. અત્યારે આ પ્લેટફોર્મ પર દેશના 100 થી વધારે શહેરોમાં 13 લાખ ડ્રાઈવર છે. ગત વર્ષે કંપનીએ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને બ્રિટનમાં સર્વિસ આપવાનું શરુ કર્યું છે. ભારતમાં કંપનીએ ફૂડ બિઝનેસમાં પણ એન્ટ્રી મારી છે. આ સાથે જ Uber Eats, Zomato और Swiggy ના માર્કેટ શેરમાં પણ ભાગીદારી કરી લીધી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]