નવી દિલ્હીઃ રીલાયંસ ઈન્ડસ્ટ્રીએ અમેરિકાની ઓપન ટેલિકોમ સોલ્યુશન પ્રોવાઈડર Radisys ને ખરીદવા માટે એગ્રિમેન્ટ પર સહી કરી છે. 5જી અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ જેવા ફ્યૂચર એરિયામાં જિઓની સ્થિતિને મજબૂત કરવાના ઈરાદાથી આ ડીલને પૂરી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ડીલમાં આશરે 7.4 કરોડ ડોલરની વેલ્યૂએશનનો પણ સમાવેશ થાય છે.
બંને કંપનીઓએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે Radisys નું હેડક્વાર્ટર હિલસ્બોરો, ઓરેગનમાં છે અને કંપની પાસે આશરે 600 જેટલા કર્મચારી છે. નૈસ્ડેકમાં લિસ્ટેડ કંપની Radisys પાસે બેંગ્લોરમાં એન્જીનિયરિંગ ટીમ હોવાની સાથે જ દુનિયાભરમાં સેલ્સ અને સપોર્ટ ઓફિસ પણ છે.
રીલાયન્સ જિઓના ડાયરેક્ટર આકાશ અંબાણીએ આ મામલે જણાવ્યું કે Radisys ની ટોપ ક્લાસ મેનેજમેન્ટ અને એન્જીનિયરિંગ ટીમ રીલાયન્સને ઈનોવેશન અને સોલ્યુશન ડેવલપમેન્ટમાં મદદ કરશે. આનાથી અમારા સોફ્ટવેર પર કેન્દ્રિત નેટવર્ક અને પ્લેટફોર્મને ફાયદો પ્રાપ્ત થવાની સાથે કસ્ટમર અને આંત્રપ્રિન્યોર સેગ્મેન્ટને પણ લાભ પ્રાપ્ત થશે.
આ ડીલથી 5જી, આઈઓટી અને ઓપન એરિયામાં જીઓના ઈનોવેશન અને ટેક્નોલોજી પોઝિશનને વધારવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે. Radisys ના સીઈઓ બ્રાયન બ્રોનસને જણાવ્યું કે રેડીસીસની ટીમ સ્વતંત્ર રૂપે કામ કરતી રહેશે. તો આ સીવાય રિલાયંસની લીડરશિપ વધારે મજબૂત માર્કેટ પોઝિશનથી અમે ઓપન સેન્ટ્રિક એન્ડ ટૂ એન્ડ સોલ્યુશન, લાર્જ સ્કેલ ઈન્ટિગ્રેશનને ડેવલપ કરવાની પોતાની ક્ષમતાને વેગ આપી શકીશુ.