નવી દિલ્હીઃ ઘણી કંપનિઓ તેમના વિદેશી રોકાણને લઈને રિઝર્વ બેંક ઓફ ઈંડિયાની પૂછતાછથી હલી ગઈ છે. આ રોકાણ છેલ્લા ઘણા વર્ષ દરમિયાન આ કંપનીઓમાં થયા છે. કંપનિઓને રોકાણની જાણકારી આપવી પડશે. ત્યારે જો ખોટી માહિતી કોઈ કંપની દ્વારા આપવામાં આવી તો તે કંપનીને તેનું ગંભિર પરિણામ પણ ભોગવવું પડી શકે છે. આરબીઆઈએ આના માટે કંપનિઓને ડિટેલ ફોર્મેટ આપ્યું છે. આ અનુસાર કંપનીના મોટા અધિકારીને સાઈન કરેલા ડિક્લેરેશન આપવા પડશે, જેમાં લખેલું હશે કે અત્યારસુધી જે વિદેશી રોકાણ મળ્યું છે અને જેની જાણકારી આપવામાં આવી છે તેનો ઉપયોગ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ 2002 અનુસાર કરવામાં આવ્યું છે.
મોટાભાગની કંપનીઓ આ માહિતી આપવા નથી માંગતી. હકીકતમાં ઘણી કંપનિઓએ વિદેશી રોકાણની લીમીટ અથવા વિદેશી કરંસી સંબંધિત નિયમો અને લીમીટથી બચવાની એક રિત અપનાવી હતી. આ કંપનીઓ નથી ઈચ્છતી કે નવા રિપોર્ટિંગ સિસ્ટમના કારણે તેમની કોઈપણ માહિતી સામે આવે.
કંપનિઓને 22 જુલાઈ સુધી તમામ ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ ઈન્વેસમેન્ટના શરૂઆતી ડેટા આપવાના છે. કંપનીઓ માટે આમ પણ ઈનડાયરેક્ટ ઈન્વેસમેન્ટ પર નજર રાખવી મુશ્કેલ હોય છે. વિદેશી રોકાણ પ્રાપ્ત કરનારી કંપનીઓ અથવા લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપને એ પણ જણાવવું પડશે કે ફેમાના ઉલ્લંઘનને લઈને તેની તપાસ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ, સીબીઆઈ અથવા અન્ય કોઈ એજન્સી તો નથી કરી રહી ને?