નવી દિલ્હી- કેન્દ્ર સરકારે આદેશ જાહેર કર્યો છે કે દેશમાં હવે કોઈપણ બેંક અથવા તો નાણાકિય સંસ્થાને 50 હજાર રૂપિયાથી વધારેનું ટ્રાન્ઝક્શન કોઈપણ વ્યક્તિ સાથે કરવું હોય તો તે વ્યક્તિના ઓળખપત્રના ઓરિજનલ ડોક્યુમેન્ટને ચેક કરવા જરૂરી છે.કેન્દ્ર સરકાર દ્વારા આ પગલું કાળાનાણા પર લગામ કસવા માટે ઉઠાવવામાં આવ્યું છે. આ નિયમને જાહેર કરવા માટે નાણામંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુએ મનીલોન્ડરિંગના કાયદામાં સંશોધન કર્યું છે.
આ નિયમ લાગુ કરાયા બાદ દેશમાં કોઈપણ બેંક અથવા તો નાણાકીય સંસ્થા પાસે જો કોઈ વ્યક્તિ 50 હજારથી વધારે રૂપિયાની લેવડ-દેવડ કરે છે અથવા તો કેશ ટ્રાન્ઝક્શન કરવા માટે પહોંચે છે તો તે વ્યક્તિને પોતાના ઓળખપત્રના ઓરિજનલ ડોક્યુમેન્ટ બતાવવા પડશે. મહત્વનું છે કે કેન્દ્ર સરકાર કાળાનાણા પર લગામ કસવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે ત્યારે આ નવા આદેશને પણ તેના જ ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે.