નવી દિલ્હીઃ લંડનથી પ્રકાશિત થનારા પ્રતિષ્ઠિત સમાચાર પત્ર ફાઈનાન્શિયલ ટાઈમ્સે રઘુરામ રાજન અને સૃષ્ટિ વડેરાનું નામ એ યાદીમાં રાખ્યું છે જેના પર બેંક ઓફ ઈંગ્લેંડના ગવર્નરના પદ માટે વિચાર કરવામાં આવી શકે છે. સમાચાર પત્રમાં પ્રકાશિત થયેલા લેખમાં કહેવામાં આવ્યું છે કે શિકાગોમાં રહેનારા અર્થશાસ્ત્રી અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને રાજી કરવામાં એટલી જ સમજદારી હશે જેટલી મેક્સિકોના સેંટન્રલ બેંક ચીફ અને બેંક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સના નવા જનરલ મેનેજર ઓગસ્ટિન કાર્સન્સને અપનાવવામાં હોય.
યૂનાઈટેડ કિંગડમના ચાંસેલર ફિલિપ હેમંડ બેંક ઓફ ઈંગ્લેડના આગલા ગવર્નરની પસંદગી પ્રક્રિયાની શરૂઆત કરી રહ્યા છે. ઈંગ્લેંડના કેન્દ્રીય બેંકના વર્તમાન ગવર્નર માર્ક કાર્નીનો કાર્યકાળ આવતા વર્ષે પૂર્ણ થઈ રહ્યો છે. ફાઈનાંશિયલ ટાઈમ્સના આર્ટિકલ અનુસાર યૂકેના ચાંસેલરે જણાવ્યું કે તેઓ ઉમેદવારોની શોધ કરવાનું શરૂ કરી ચૂક્યા છે. તેમણે વોશિંગ્ટનમાં ઈંટરનેશનલ મોનીટરી ફંડની મીટિંગમાં પણ આનો પ્રયાસ કરવામાં આવ્યો અને અન્ય પ્લેટફોર્મ પણ આની શોધ કરી રહ્યા છે.