સ્માર્ટફોનમાં ગેમ રમવાથી ગંભીર બીમારીઓ થવાની શકયતા

નવી દિલ્હીઃ જે લોકો બગડેલા મૂડને અને બોર થવાને લીધે સ્માર્ટફોન પર ગેમ રમે છે, એ લોકો માટે સ્માર્ટફોન ગેમિંગ હાનિકારક થઈ શકે, એવું એક નવો અભ્યાસ કહે છે. એ સ્ટડીનો નિષ્કર્ષ કોમ્પ્યુટર ઇન હ્યુમર બિહેવિયર મેગેઝિનમાં પ્રકાશિત થયો છે. વોટરલૂ યુનિવર્સિટીના સંશોધનકર્તાને માલૂમ પડ્યું હતું કે કંટાળી ગયલા (બોરેડમ) લોકો જે વાસ્તવિક માહોલમાં જોડાવા અને ધ્યાન લગાવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા, તેઓ વારંવાર સ્થિતિથી ભાગવા માટે ગેમિંગ પ્રવાહની શોધ કરતા હોય છે, પણ એમાં તેમને બહુ કંઈ હાંસલ નહીં થાય.

વોટરલૂમાં સંશોધનના મુખ્ય લેખક અને પીએચડી વિદ્વાન ચેનલ લાર્ચે કહ્યું હતું કે અમને માલૂમ પડ્યું હતું કે લોકો દૈનિક જિંદગીમાં વારંવાર તીવ્ર કંટાળાનો અનુભવ કરીને, બોર થવાથી બચવા સ્માર્ટફોન ગેમ રમે છે. એ લોકો રમવાથી પણ કંટાળીને રમત બંધ કરી દે છે – તેઓ વધુપડતી ગેમિંગ સમસ્યાઓનો શિકાર બને છે. આ લોકોમાં ધ્યાનભંગ અને એકરસતાની ભાવનાઓમાં ઘટાડો થયેલો માલૂમ પડ્યો હતો.તેમને ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. અભ્યાસમાં માલૂમ પડ્યું હતું કે બોર થવાથી અનેક લોકો લોકપ્રિય સ્માર્ટફોન કેન્ડી ક્રશનો રમે છે, પણ તેઓ દૈનિક ખેલાડીઓની તુલનામાં આ રમતમાં વધુ ડૂબી જાય છે. આવા લોકોમાં કૌશલ પડકાર સંતુલન, ધ્યાનભંગ અને સંતુલનની ઊણપ જોવા મળી હતી.