રાજ્યો સહમત થશે તો પેટ્રોલ-ડીઝલ GSTના દાયરામાં: સીતારામન

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો આકાશને આંબી રહી છે, ત્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગઈ કાલે જણાવ્યું હતું કે જો રાજ્યોમાં સહમતી બનસે તો પેટ્રોલિયમ ઉત્પાદનોને GST વ્યવસ્થા હેઠળ લાવી શકાશે. બજેટ બાદ ઓદ્યૌગિક સંસ્થા ફડકી (PHDCCI) દ્વારા આયોજિત સંવાદ સત્રને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે જો બધાં રાજ્યો એકમતે સહમત થાય તો પેટ્રોલ- ડીઝલને GSTના દાયરા લાવી શકાય છે. GST કાઉન્સિલની બેઠક 18 ફેબ્રુઆરીએ થવાની છે.

નાણાપ્રધાને કહ્યું હતું કે વર્ષોથી જાહેર મૂડી ખર્ચ વદારવાના પ્રયાસ કર્યા છે, જેનાથી આર્થિક વિકાસને વેગ મળશે. તેમણે કહ્યું હતું કે બજેટમાં સરકારે મૂડી ખર્ચને 33 ટકા વધારીને રૂ. 10 લાખ કરોડ કર્યો છે. તેમણે કહ્યું હતું કે પેટ્રોલિયમ પ્રોડક્ટને GSTને દાયરામાં લાવવા માટે જોગવાઈ પહેલેથી છે. મારા પહેલાંના નાણાપ્રધાને આ વિશે વિકલ્પ ખુલ્લો રાખ્યો છે.

પાંચ પેટ્રોલિયમ પ્રોડક્ટ- ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, હાઇ સ્પીડ ડીઝલ અને નેચરલ ગેસ અને વિમાન ફ્યુઅલ GSTથી બહાર છે. આ ઉત્પાદનોને GSTના દાયરામાં લાવવા માટે GST કાઉન્સિલનો વિચાર કરવાનો છે.તેમણે કહ્યું હતું કે રાજ્યોની સહમતી પછી અમે પેટ્રોલિયમ પ્રોડક્ટને GSTના દાયરામાં લાવશે. જો પેટ્રોલ-ડીઝલને GST હેઠળ આવશે તો કિંમતોમાં ઘટાડો થશે.