આઇસી15 ઇન્ડેક્સ 701 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ફરીથી વૃદ્ધિનો દોર શરૂ થયો હોવાનું દેખાઈ રહ્યું છે. બિટકોઇન ફરી 22,000 ડોલરના આંક સુધી પહોંચી ગયો છે. માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે 701 પોઇન્ટ વધ્યો હતો. એના ઘટકોમાંથી કાર્ડાનો, ડોઝકોઇન, પોલીગોન અને લાઇટકોઇન 5થી 7 ટકા વધ્યા હતા. માર્કેટ કેપિટલાઇઝેશન 1.029 ટ્રિલ્યન ડોલર થયું છે.

દરમિયાન, સીમેન્સે પબ્લિક બ્લોકચેઇન પર 60 મિલ્યન યુરો મૂલ્યના પ્રથમ ડિજિટલ બોન્ડ ઇસ્યૂ કર્યા છે. આ બોન્ડ કોઈ પણ બેન્કને માધ્યમ રાખ્યા વગર સીધા રોકાણકારોને બોન્ડનું વેચાણ કરી શકાશે. બોન્ડ ઇસ્યૂ કરવાની પરંપરાગત રીતની તુલનાએ ડિજિટલ બોન્ડમાં ઝડપથી વ્યવહાર થઈ શકશે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.25 ટકા (701 પોઇન્ટ) વધીને 31,844 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 31,143 ખૂલીને 32,001ની ઉપલી અને 30,749 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]