પેપ્સીકો મથુરા ફૂડ-પ્લાન્ટનું રૂ.186-કરોડના ખર્ચે વિસ્તરણ કરશે

મથુરાઃ અમેરિકાની પેપ્સીકો કંપનીની ભારતીય પેટાકંપની પેપ્સીકો ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે તે ઉત્તર પ્રદેશના મથુરામાં કોસી કલાન ખાતે તેના સૌથી મોટા ગ્રીનફિલ્ડ ફૂડ મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટનું રૂ. 186 કરોડના ખર્ચે વિસ્તરણ કરશે. આ પ્લાન્ટમાં લેઝ પોટેટો ચિપ્સ (વેફર)નું ઉત્પાદન કરાય છે.

કંપનીએ આ પ્લાન્ટમાં કરેલા મૂડીરોકાણનો આંક વધીને રૂ. 1,022 કરોડ થશે. વિસ્તરણ યોજનાના ભાગરૂપે કંપની નવું મેન્યૂફેક્ચિંગ યુનિટ બનાવીને પ્લાન્ટની ક્ષમતા વધારશે. નવા યુનિટમાં નેચો ચિપ બ્રાન્ડની ડોરિટોસનું ઉત્પાદન કરવામાં આવશે.