તહેવારના સમયે કેબની સવારી બનશે મોંઘી…વધુ વાંચવા ક્લિક કરો

0
823

નવી દિલ્હીઃ  ઓલા અને ઉબેર બંને કંપનીઓને પ્રતિદિન 32થી35 લાખ જેટલા ગ્રાહકો મળતા હોવા છતાં છેલ્લા એક વર્ષમાં ઓલા અને ઉબેર પોતાના ભાડામાં આશરે 15ટકા જેટલો વધારો કર્યો છે. એક રિસર્ચ મુજબ આ એપ આધારિત કેબના બુકિંગ પર ગત વર્ષે લગભગ 190 રૂપિયા લેવામાં આવતા હતા જે વધીને અત્યારે 220 રૂપિયાનો વધારો થયો છે.

ગ્રાહકો પાસે લેવામાં આવનાર ભાડામાં વધારો કરવામાં આવ્યો છે ત્યાં બીજી બાજુ આ એપના ડ્રાઈવરોને જે ઇંસેટિવ મળે છે તેમાં ઘટાડો થયો છે. આ કારણે જ મુંબઈ અને દિલ્લીના ઓલા-ઉબેરના ડ્રાઈવરોએ તેમની સામે હડતાળ પાડીને મોરચો માંડ્યો હતો.

આ ડ્રાઈવરોએ કામના કલાક ઘટાડતા તેમજ આવક અને ઇંસેટિવ્સ ઘટાડતા વિરોધ કર્યો હતો. ઓનલાઈન એપ ધરાવતી કેબની સવારી પર સૌથી વધુ ભાવ બેંગ્લુરુમાં જોવા મળ્યા છે. આ બંને કંપનીઓના ડ્રાઈવરોની માસિક આવક 2016માં 30 હજાર રૂપિયા જેટલી હતી જે અત્યારના સમયમાં ઘટીને 20 હજાર રૂપિયા થઈ ગઈ છે.

જેમાં કંપનીઓએ ઇંસેટિવ્સનો પણ સમાવેશ કરી દીધો છે જ્યારે વાહનના ઈએમઆઈ પેમેંટસનો સમાવેશ કર્યો નથી. આમ, અત્યારે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ વધ્યા છે તેની અસર તેમની માસિક આવક પર જોવા મળી છે. ઇંધણના ભાવોમાં વધારાને કારણે પેટ્રોલ-ડીઝલ અને મેંટનેંસનો ખર્ચ ઓગસ્ટ મહિનાથીમાં પ્રતિ માસ 700 રૂપિયા વધ્યો છે. ડ્રાઈવરોની આવકમાં ઘટાડો અને કેબની સવારીમાં વધારો કરતાં એવુ માનવામાં આવી રહ્યું છે કે બંને કંપનીઓ ફક્ત પોતાના નફા અંગે વિચાર કરી રહી છે.